શિખર ધવન - આયશા મુખર્જી છૂટા પડ્યા

Wednesday 08th September 2021 04:45 EDT
 
 

મુંબઇઃ ભારતીય બેટ્સમેન શિખર ધવન અને પત્ની આયશા મુખર્જી વચ્ચે તલાક થઈ ગયા છે. આયશાએ આ જાણકારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી છે. ૨૦૧૨માં ધવન અને આયશા લગ્નબંધને બંધાયા હતા અને ૨૦૧૪માં તેમને ત્યાં પુત્રજન્મ થયો હતો. લગ્નના નવ વર્ષ બાદ છૂટાછેડાનો આ નિર્ણય ઘણો જ ચોંકાવનારો છે. જોકે આ મુદ્દે ધવનનું હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. આ પહેલાં રિપોર્ટ આવ્યા હતા કે શિખર અને આયશાએ એકબીજાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતાં. આયેશા શિખરથી ૧૦ વર્ષ મોટી છે અને તેને પહેલાં પતિથી બે દીકરી છે. પહેલા પતિથી તલાક લીધા બાદ શિખર સાથે તેના લગ્ન થયા હતા. ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવન અનેક વખત કહી ચૂક્યો છે કે આયેશા સાથે લગ્ન પછી તેના જીવનમાં બદલાવ આવ્યો છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter