સંક્ષિપ્ત સમાચાર (રમતગમત)

Friday 04th August 2023 07:19 EDT
 
 

રમતગમત વિશ્વના મહત્ત્વના સમાચાર ઉડતી નજરે...

• બીસીસીઆઈએ સોમવારે આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની કેપ્ટનશિપ જસપ્રીત બુમરાહને સોંપવામાં આવી છે.
• ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં આઇસીસી વન-ડે વર્લ્ડ કપનો બહુપ્રતિષ્ઠિત મુકાબલો નવરાત્રિના પ્રથમ દિવસે હોવાના કારણે મેચને એક દિવસ પહેલાં 14મી ઓક્ટોબરે રમાડવામાં આવે તેવી શક્યતા છે.
• શ્રીલંકાના ધુરંધર બેટ્સમેન લાહિરુ થિરિમાનેએ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે કહ્યું કે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી તે સન્માનની વાત છે.
• દિગ્ગજ ટેનિસ ખેલાડી જોકોવિચ કટ્ટર હરીફ નડાલ પહેલા નિવૃત્તિ લઈ શકે છે. જોકોવિચના પરિવારે આ અહેવાલ ચગાવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter