સાઉથમ્પટન ટી૨૦ઃ ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને નવ વિકેટે હરાવ્યું

Friday 23rd June 2017 05:51 EDT
 

સાઉથમ્પટનઃ જોની બેરિસ્ટોરના અણનમ ૬૦ રનની મદદથી ઇંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝની પ્રથમ ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકાને આસાનીથી નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે જ ઈંગ્લેન્ડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર સાઉથ આફ્રિકાએ ત્રણ વિકેટે ૧૪૨ રન કર્યા હતા, જેના જવાબમાં ઇંગ્લેન્ડે ૩૩ બોલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચ બેરિસ્ટોએ ૩૫ બોલનો સામનો કરીને છ બાઉન્ડ્રી તથા બે સિક્સર ફટકારી હતી.

ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં ઓપનર જેસન રોયે ૧૪ બોલમાં ૨૮ રન તથા એલેક્સ હાલેસે ૩૮ બોલમાં ત્રણ બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે ૪૭ રન બનાવ્યા હતા. હાલેસ અને બેરિસ્ટો વચ્ચે બીજી વિકેટ માટે અણનમ ૯૮ રનની ભાગીદારી નોંધાઈ હતી. સાઉથ આફ્રિકાની ઇનિંગ્સમાં ડીવિલિયર્સે ૫૮ બલમાં અણનમ ૬૫ તથા બેહાર્ડિને ૫૨ બલમાં અણનમ ૬૪ રન ફટકાર્યા હતા. બન્નેએ ચોથી વિકેટ સાટે અણનમ ૧૧૦ રનની ભાગીદારી નોંધાવી હતી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter


અમારા માટે અમૂલ્ય છે આપનો અભિપ્રાય

વાચક મિત્રો,

યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાં પત્રકારત્વનો અભ્યાસ કરી રહેલાં દિપાલી લિંબાચીયા હાલમાં ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઈસ’માં અખબાર પ્રકાશન ક્ષેત્રે કામગીરીનો અનુભવ મેળવી રહ્યા છે. તેમણે વાચકોની પસંદ-નાપસંદ, તેમને ગમતા વિષયોની જાણકારી મેળવવા એક નાનકડી પ્રશ્નોતરી તૈયાર કરી છે. આપ આપના કિંમતી સમયમાંથી થોડીક મિનિટો ફાળવીને આ પ્રશ્નોત્તરીના જવાબ આપશો તો અમે આપના આભારી થઇશું.

- પ્રશ્નોત્તરીનો ઓનલાઇન જવાબ આપવા માટે ક્લિક કરો આ વેબલિન્કઃ http://www.abplgroup.com/AAA-Assets/R-D/Dipali-Limbachia


- તંત્રી