સાઉથ આફ્રિકા સામેની ભારતીય ક્રિકેટ ટીમમાં પાંચ ગુજરાતી

Thursday 07th December 2017 10:14 EST
 
 

મુંબઈઃ સાઉથ આફ્રિકા સામે રમાનાર ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની સોમવારે જાહેરાત કરાઇ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ વિરાટ કોહલીની આગેવાનીમાં ૧૭ સભ્યોની જાહેરાત કરી છે. જેમાં પાંચ ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના પાંચ ખેલાડીઓનો એકસાથે ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે.

ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), પાર્થિવ પટેલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter