સિંધૂ બાદ સાઇનાના અભિયાનનો અંત

Tuesday 14th March 2017 07:08 EDT
 
 

બર્મિંગહામઃ પી.વી. સિંધૂ બાદ સાઇના નેહવાલ પણ અહીં રમાતી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની વિમેન્સ સિંગલ્સમાં હારી જતાં ભારતના અભિયાનનો અંત આવી ગયો છે. ૧૧ માર્ચે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં સાઇનાનો વિશ્વની ત્રીજી ક્રમાંકિત કોરિયાની સુંગ જ હ્યુન સામે ૨૦-૨૨, ૨૦-૨૨થી પરાજય થયો હતો. આ મુકાબલો હારતા પહેલાં સાઈનાએ ૫૪ મિનિટ સુધી ભારે સંઘર્ષ કર્યો હતો. વિશ્વની ૧૦મી ક્રમાંકિત સાઇનાએ બન્ને ગેમમાં એક સમયે ૧૭-૧૨ તથા ૯-૬ની લીડ મેળવી હતી, પરંતુ તેને તે જાળવી શકી નહોતી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter