સિત્સિપાસ એટીપી ટેનિસ ચેમ્પિયન

Wednesday 20th November 2019 05:34 EST
 
 

લંડનઃ ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસે લાંબા અને રસાકસીભર્યા મેચના અંતે પ્રતિસ્પર્ધીને હરાવીને ૨૦૧૯નું એટીપી ફાઈનલ્સ ટેનિસ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે. આ સાથે જ સિત્સિપાસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે. સિત્સિપાસે ફાઈનલ મુકાબલામાં પ્રથમ સેટ ગુમાવ્યો હતો, પરંતુ બાદમાં તેણે પ્રતિસ્પર્ધી ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થિએમને ૬-૭ (૬), ૬-૨, ૭-૬ (૪)થી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સિત્સિપાસ અત્યારે ૩૧ વર્ષ અને ત્રણ મહિનાનો છે. તેની આગળ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી લેટન હેવિલે ૨૦૦૧માં ૨૦ વર્ષની વયે આ ટાઇટલ જીત્યું હતું.  વર્તમાન ફાઈનલ્સમાં સિત્સિપાસ સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નદાલ સામેનો એકમાત્ર મુકાબલો હાર્યો છે. ફાઇનલ મેચ દરમિયાન સિત્સપાસને સ્નાયું ખેંચાઈ જતાં મેડિકલ ટાઇમ આઉટ પણ લેવો પડ્યો હતો. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter