હેરાથની બોલિંગ સામે બાંગ્લાદેશની શરણાગતિઃ ગાલે ટેસ્ટ ૨૫૯ રને જીતતું શ્રીલંકા

Tuesday 14th March 2017 07:06 EDT
 
 

ગાલે (શ્રીલંકા)ઃ રંગાના હેરાથે બીજા દાવમાં ઝડપેલી છ વિકેટની મદદથી શ્રીલંકાએ ઘરઆંગણે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે બાંગ્લાદેશને ૨૫૯ રનના જંગી માર્જિન હરાવ્યું હતું. આ સાથે જ તેણે બે મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. શ્રીલંકાએ આપેલા ૪૫૭ રનના અશક્ય લક્ષ્યાંક સામે બાંગ્લાદેશના બીજો દાવ ૬૦.૨ ઓવરમાં ૧૯૭ રનમાં જ સમેટાઇ ગયો હતો. મેન્ડીસને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
હેરાથ નંબર વન ડાબોડી સ્પિનર
હેરાથે પ્રથમ ટેસ્ટમાં કુલ નવ વિકેટ ઝડપી હતી અને આ રીતે તેણે પોતાની વિકેટોની સંખ્યા ૩૬૬ સુધી પહોંચાડી દીધી છે. આમ તેણે કિવિના ડેનિયલ વેટ્ટોરીનો ૩૬૨ વિકેટનો વિક્રમ પાછળ રાખીને વિશ્વનો નંબર વન ડાબોડી સ્પિનર બન્યો છે. હેરાથે આ સિદ્ધિ ૭૯ ટેસ્ટમાં મેળવી છે, જ્યારે વેટ્ટોરીએ ૧૧૩ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter