૧૫ વર્ષીય આકાશે એકેય રન આપ્યા વિના ૧૦ વિકેટ ઝડપી

Thursday 16th November 2017 12:30 EST
 
 

જયપુરઃ રાજસ્થાનના ૧૫ વર્ષના તરવરિયા તોખાર જેવા બોલર આકાશ ચૌધરીએ એક ટ્વેન્ટી૨૦ મેચમાં એક એવો અનોખો રેકોર્ડ બનાવ્યો છે કે મેચ જોનાર પણ દંગ થઇ ગયા છે. આ બોલરે તેના ચાર ઓવરના બોલિંગ સ્પેલમાં એક પણ રન આપ્યા વિના સામેની ટીમના તમામ ૧૦ ખેલાડીઓને આઉટ કરીને અદ્ભુત રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધી કોઇ પણ બોલર રન આપ્યા વિના તમામ ૧૦ વિકેટ ઝડપી શક્યો નથી. અલબત્ત, સત્તાવાર ટૂર્નામેન્ટ ન હોવાથી આ રેકોર્ડની ક્રિકેટના વિક્રમોની સત્તાવાર બુકમાં તેની નોંધ કરાઇ નથી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter