કુંદનિકાબહેન કાપડિયાઃ પ્રેમ - પ્રાર્થના - પ્રસન્નતા શબ્દોને આત્મસાત કરનાર વ્યક્તિત્વ

વાત છે ૧૯૯૦ના એપ્રિલ મહિનાની. એ સમયે જન્મભૂમિ ભાવનગરમાં રહેતો હતો. સાહિત્ય અને સંગીત સાથે પ્રીતિના કારણે સ્ટેજ આર્ટીસ્ટ કુંદન ગઢવી સાથે પારિવારિક મિત્રતા હતી. મારા પત્ની મનીષા અને કુંદન તથા એના પત્ની સાગરબા સાથે અમે પ્રવાસ માટે પહોંચ્યા તીથલ....

લોકડાઉન ભલેને રહ્યું, તમે સમયને રચનાત્મક અને પ્રોડક્ટિવ બનાવી શકો છો

મોટા ભાગના લોકો અત્યારે ઘરેથી કામ કરે છે. જેમને અનિવાર્ય સેવાઓ સાથે સંકળાયેલા હોવાને કારણે ઘરની બહાર જવું પડતું હોય તેમને બાકાત રાખતા બાકી કોઈએ જ ઘરથી બહાર નીકળવું જોઈએ નહિ. લોકડાઉન એટલે લોકડાઉન. તેનો ચુસ્તપણે અમલ કરવો આપણા સૌના, સમાજના અને...

‘હવે આ ઉંમરે તમારે વળી શેનું બ્યુટી પાર્લરમાં જવાનું કે હેર સ્ટાઈલિસ્ટને ત્યાં જવાનું હેં?!’ કોમ્યુપ્ટર પર પોતાનું કામ કરતાં કરતાં, મારા ચહેરાની સામે પણ જોયા વિના, મેં પૂછેલા પ્રશ્નના જવાબમાં ઠાવકાઈ સાથે મિલનમામાએ કહ્યું.

‘એવોર્ડ મને મળે છે. મારા ઝભ્ભાને નહીં.’ ધરમશી બાપાએ મારી માતાને એ સમયે કહ્યું હતું. મસ્કતના ખુશનુમા વાતાવરણમાં મિત્ર હેમંત સુરૈયા સાથે અમે અશ્વિનભાઈ ધરમશીના ભવનમાં બેઠા હતા અને તેઓ એમના પિતાજીના સ્મરણો યાદ કરી રહ્યા હતા.

‘મારો જનમ અહીં થયો છે, આટલું સુંદર આયોજન પહેલી વાર જોયું?... ‘એટલો આનંદ આવે છે કે બોલવા શબ્દો નથી.’... ‘અહીં આપણે બેઠા હોઈએ તો લાગે કે આપણા ભારતના કોઇ ગામના મંદિરમાં જ છીએ.’... આ અને આવી અનુભૂતિ રોજેરોજ ઓછામાં ઓછા પચાસ માણસોના મુખેથી સાંભળવા...

‘ઓ સાહેબ, ઓ ભાઈ...’ એમ કોઈએ પાછળથી બૂમો પાડી અને અભિષેકે પાછળ જોયું. એક જાણીતો ચહેરો એના નાનકડા બાળકને હાથમાં તેડીને ઊભો હતો અને બીજા હાથમાં રહેલું એક પેકેટ તે બતાવી રહ્યો હતો. પળ - બે પળમાં એ સાવ નજીક આવી ગયો અને બોલ્યો, ‘આ તમારું પેકેટ તમે...

‘તારી ડાયરીમાં આપણે કાઠમંડુથી ક્યાં ક્યાં થઈને આવ્યા તે રોડમેપ લખ્યો ને!!’ બહેન મીનાએ વહેલી સવારે માનસરોવરના સાંનિધ્યમાં પૂછ્યું. જવાબ આપું તે પહેલા મિત્ર કેતને કહ્યું, ‘એક મિનિટ બહેન, આપણે સૌ અહીં આવ્યા, મહાદેવને મળવા એના દર્શને... હવે આ ગીત...

‘મમ્મી મારે સ્કૂલે જવાનું મોડું થાય છે, તેં કેમ કારણ વિના ગાડી અટકાવી?’ સહેજ ઉચાટભર્યા અવાજે દીકરા રાજવીરે મમ્મી તોરલને કહ્યું. આમ તો રાજવીરને સ્કૂલ જવા રોજ સ્કૂલની બસ જ આવે, પણ ક્યારેક તોરલ પણ એના દીકરાને મૂકવા જાય. એમ જ આજે વહેલી સવારે સ્કૂલે...

‘તમે થોડી વાર મારી સાથે બેસોને!!’ દ્વૈતાનો હાથ પકડીને એક આધેડ વયની સ્ત્રી, જેને માત્ર એ એકાદ અઠવાડિયાથી જોયે ઓળખતી હતી એણે કહ્યું અને દ્વૈતાને થોડી ગભરાટ થવા સાથે અચંબો પણ થયો.

‘લાંબા વાળ અને બેઠી દડીનો આ યુવાન કોઈ એક ગામનો આદર્શ કેવી રીતે હોઈ શકે?’ સુરેશ પુનડીયાને જોનાર સહુ કોઈને પહેલી નજરે આ પ્રશ્ન થાય. પસ્તીમાંથી પણ મસ્તી મળે ને સ્કીલબેઈઝ શિક્ષણમાંથી રોજગારી મળે એવું બાળકોને શિખવતો આ માણસ ગુજરાતના એક ગામડા માટે...

‘આવું થયાનું ક્યારેય યાદ નથી....’ ‘સારું આયોજન કહેવાય, ના ભૂમિકા, ન પરિચય, ના પ્રાસંગિક ઉદ્બોધન્’ ‘કાર્યક્રમ ક્યારે પૂરો થયો ખબર ના પડી એટલી પ્રવાહિતા હતી.’ આવા અભિપ્રાયો કાર્યક્રમ પૂરો થયા બાદ શ્રોતાઓના હતા. એ કાર્યક્રમ હતો અમદાવાદના રેડિયો...to the free, weekly Gujarat Samachar email newsletter