નવી દિશા, નવું કામ, નવો ઉત્સાહ ને અઢળક આનંદ

તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ કરી રહી હતી. અલબત્ત, ટ્રાફિક બહુ જ હતો, કારણ કે નવરાત્રિની રાત હતી. ખુલ્લા મોટાં મેદાનોમાં...

મહામાનવના જીવન થકી પ્રેરણાદાયી સંદેશ

‘શ્રીકૃષ્ણ કી દ્વારિકા આને કા નિર્ણય જબ લીયા થા, તભી સે યે ભી તય થા કી મહાત્મા ગાંધી કી જનમભૂમિ પોરબંદર ભી જરૂર જાયેંગે’ મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસીએ કહ્યું. ‘આ મહામાનવે દુનિયાને અદભૂત પ્રેરણાત્મક સંદેશ એમના સમગ્ર જીવનથી આપ્યો છે.’ મહેસાણાના...

‘મમ્મી, હું થાકવા નહિ, ભણવા અને રમવા જાઉં છું.’ દીકરો સ્કૂલ-પ્રાઈવેટ ટ્યુશન અને રમતના મેદાનોમાં સતત પ્રવૃત્ત રહે એટલે ચિંતિત માને દીકરાએ જવાબ આપ્યો. આ દીકરાએ અત્યાર સુધીમાં માત્ર ૧૬ વર્ષની ઊંમરે ૫૦થી વધુ ટ્રોફી, ૩૦૦થી વધુ મેડલ્સ અને અન્ય ઈનામો...

૧૯૮૦ના વર્ષમાં ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આવ્યું. ગાંધીનગરમાં રહેતા વિદ્યાર્થી પુલક ત્રિવેદીને ૫૮ ટકા માર્ક્સ આવ્યા. પિતા શ્રી મનુભાઈ ત્રિવેદીએ કહ્યું, ‘બેટા, મેથ્સ અને સાયન્સના વિષય કરતાં તું અભિવ્યક્તિની દુનિયામાં તારું ભવિષ્ય બનાવ તો સારું. તને...

‘દીકરીએ ૯૪ ટકા લાવી સ્વર્ગસ્થ પિતાને ખરા અર્થમાં અંજલિ આપી...’ વાત છે મૂળ ભાવનગરની અને હવે અમદાવાદમાં સ્થાયી થયેલી ત્વરા વિવેકભાઈ ભટ્ટની. એક વર્ષ પહેલાં જ ત્વરાના પિતા ડો. પ્રો. વિવેકભાઈ ભટ્ટનું અચાનક દુઃખદ અવસાન થયું હતું. ત્વરાના મમ્મી ડો. પ્રો. પ્રીતિબહેન...

‘બેટા, તારી વાત સાચી છે, પરંતુ જે લોકો આપણા દ્વારા મળતી નિયમિત મદદની રાહ જોઈ બેઠા હશે એમનું શું? પૈસા ગમેત્યારે કમાઈ શકશો પણ બીજાને મદદ કરવાનો અવસર ફરી નહીં આવે એમ માનીને હંમેશા આપતા રહેવાનો ધર્મ નિભાવજો.’ આ શબ્દો જયંતીલાલ ઠક્કરે દીકરા સંજયને...

‘સર, થોડી વાર અહીં કાર પાસે બહાર આવો ને...’ ડ્રાઈવરે ફોનમાં અતુલને કહ્યું. અતુલ એક ધાર્મિક કાર્યક્રમમાં સત્સંગમાં બેઠો હતો. અચાનક ફોન આવ્યો એટલે એણે સાઈલન્ટ મોડમાં રહેલો ફોન રીસીવ કર્યો. જવાબ આપ્યો ‘અરે ભાઈ, તમને ખબર છે હું અહીં સત્સંગમાં છું.’...

‘અમે અત્યાર સુધી તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે અને હજી પણ કરીશું...’ ‘અમારે યુવાનોને કહેવું છે કે બીજા બધા કામ પડતા મૂકજો પણ મતદાન તો કરજો જ...’ ‘લોકતંત્રને મજબૂત કરવું હશે તો મતદાન કરવું જ પડશે...’ આ અને આવા વાક્યો જુસ્સાભેર બોલનારા મતદારોની...

‘મહારાજ, કાંઈ સમજણ પડતી નથી. વારેવારે મારી સાથે કેમ આવું થાય છે?’ અનિકેતે એમના મિત્ર અને કર્મકાંડી બ્રાહ્મણ જયદેવભાઈને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘અરે, તમારા જેવા અનુભવી માણસે તો એમ વિચારવું જોઈએ કે કરેલા સારા કર્મોએ તમને ઉગાર્યા. પરિણામે શારીરિક-આર્થિક...

સાહેબ, ડીનરમાં ભલે થોડું મોડું થાય, અમારા સહુની ઇચ્છા છે કે આપ હજી પંદરેક મિનિટ વાતો કરો, અમારે આપને વધુ સાંભળવા છે.’ આ વાતને શ્રોતાઓએ પણ વધાવી અને વક્તાએ વધુ પંદર મિનિટ મૂળ વિષયની વાત કરી... વક્તા હતા ગુજરાત રાજ્યના પૂર્વ સનદી અધિકારી - લેખક...

‘અરે તને ખબર છે, તું ક્યાં જાય છે? કોને સમજાવવા જાય છે?...’ ‘અરે, આમની જોડે ક્યાં મગજમારી કરવાની તું?...’ ‘એક જ દિવસ છે ને જવા દે ને બહેન...’ આવા વાક્યો આડોશી-પાડોશીઓએ કાશ્મીરાને કહ્યા. હમણાં ફેસબુક ફ્રેન્ડ્ઝનું એક અવલોકન વાંચ્યું. વાત જાણ એમ...

‘લાલ ગોપાલ ગુલાલ મારી, આંખિન મેં જિન ડારો જૂ....’ મંચ પરથી શહેરના જાણીતા ગાયકના સ્વરમાં ગીત પ્રસ્તુત થઈ રહ્યું હતું. બરાબર એ જ સમયે આરતી અને અસીમ પ્રથમ હરોળના એક છેડે પહોંચ્યા. ‘હમણાં ઊભા રહીએ, ગીત પૂરું થાય પછી બેસવા જઈએ.’ આરતીએ આસીમને કહ્યું....to the free, weekly Gujarat Samachar email newsletter