નવી દિશા, નવું કામ, નવો ઉત્સાહ ને અઢળક આનંદ

તોરલને શહેર બદલાયેલું લાગતું હતું. નવા નવા બ્રિજ, નવા નવા બિલ્ડીંગો, કોર્પોરેટ હાઉસ અને ઠેર ઠેર વિકસેલા ફૂડ ઝોન. જાણે નગરચર્યાએ નીકળ્યા હોય એમ એ કાર ડ્રાઈવ કરી રહી હતી. અલબત્ત, ટ્રાફિક બહુ જ હતો, કારણ કે નવરાત્રિની રાત હતી. ખુલ્લા મોટાં મેદાનોમાં...

મહામાનવના જીવન થકી પ્રેરણાદાયી સંદેશ

‘શ્રીકૃષ્ણ કી દ્વારિકા આને કા નિર્ણય જબ લીયા થા, તભી સે યે ભી તય થા કી મહાત્મા ગાંધી કી જનમભૂમિ પોરબંદર ભી જરૂર જાયેંગે’ મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસીએ કહ્યું. ‘આ મહામાનવે દુનિયાને અદભૂત પ્રેરણાત્મક સંદેશ એમના સમગ્ર જીવનથી આપ્યો છે.’ મહેસાણાના...

‘પપ્પા-મમ્મીના દામ્પત્યજીવનની આપણે અનોખી ઉજવણી કરવી છે.’ દર્શકે પત્ની રીનાને કહ્યું અને તેમાં ઉમળકાપૂર્વક સૂર પૂરાવતા પપ્પા-મમ્મીને ખબર ન પડે એમ રીના પણ દામ્પત્યજીવનના ૫૦ વર્ષની ઊજવણી દ્વારા પપ્પા-મમ્મીને યાદગાર ભેટ આપવામાં જોડાઈ ગઈ.

‘કહું છું સાયેબ, આ તમે મને કવર આલ્યું એમાં તો મોટી રકમ છે. મારે આટલા બધા ના લેવાય.’ ફોનમાં હિતેશે હિમાંશુને કહ્યું. વાત લગ્નગાળાના સમયની છે. દરેક મા-બાપ હંમેશાં એવું ઈચ્છતા હોય છે કે દીકરા-દીકરીના લગ્ન શ્રેષ્ઠ રીતે અને આયોજનબદ્ધ થાય. હિમાંશુએ...

‘ના બેટા, હવે આટલા વર્ષો બાદ આ ઊંમરે ફરીથી મુંબઈ મહાનગરમાં રહેવાનું મન ના ફાવે... હું અમદાવાદમાં જ બરાબર છું.’ બંકિમભાઈએ દીકરી-જમાઈને કહ્યું. ‘તો પછીનું આયોજન અમે વિચારી રાખ્યું છે, અમે મુંબઈ છોડીને અમદાવાદમાં સ્થાયી થઈશું.’ દીકરી-જમાઈએ જવાબ...

‘બેટા, કાલે આપ્યું હતું તે મેટર ટાઈપ થઈ ગયું?’ મણીભાઈએ પુત્રવધૂને પૂછ્યું. ‘હા પપ્પા, એ તો કાલે જ થઈ ગયું ને આજે આવેલું મેટર પણ હમણાં પૂરું થશે’ છાયાએ ઉત્સાહિત અને પ્રેમાળ સ્વરે વિવેકી ભાષામાં જવાબ આપ્યો.

‘ડેડી, મારે તમને કંઈક કહેવું છે...’ કહીને રડી પડી ધ્વનિ. ડેડીએ કહ્યું, ‘બેટા, કાંઈ પ્રોબ્લેમ છે?’ જવાબમાં ફરી ડુસકું મૂકતાં કહ્યું, ‘તમારી ને મારી ઈચ્છા પ્રમાણે...’ આટલું બોલીને ફરી રડી પડી. ડેડીની ચિંતા ઔર વધી કે આને કોઈ હેરાન કરે છે? ઘરમાં...

‘આ દીકરીઓ ગરીબ છે, આપણે થોડાં ગરીબ છીએ..? આ વાક્યો મેં મારી જાતને કહ્યા અને સમૂહ લગ્નનું કામ ઉપાડ્યું.’ આ શબ્દો તાજેતરમાં ઉચ્ચાર્યા હતા જાણીતા ભાગવત કથાકાર શ્રી શરદભાઈ વ્યાસે. અવસર હતો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાના પોંઢા ગામની નજીક યોજાયેલા...

‘બેટા, મારી સાથે જ સ્ટેજ પર ઊભા રહો અને અભિવાદન ઝીલો...’ જુનિયર એટલે કે શિષ્યા એવી નૃત્યાંગનાને તેના ગુરુએ મંચ પર કહ્યું અને શિષ્યાની પ્રસ્તુતિને ઉપસ્થિત દર્શકોએ વધાવી. પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્યકલા અને અદ્વિતીય મંદિરોના મંડપમાં સૂર્યદેવની...

‘ડેડી, આવા સરસ ગામડામાં રહેવાનો આનંદ તો કાંઈ ઔર જ છે.’ સ્તુતિએ કહ્યું. ‘અહીંથી હવે પાછા અમદાવાદ જવાનું મન નથી થતું...’ નિશા અને સોલીએ કહ્યું. આવા આવા પ્રસન્નતાથી સભર-આનંદના-ઉલ્લાસના-ઉદગારો એક સ્થળે રવિવારે સવારથી આવેલા મહેમાનો ઉચ્ચારતા હતા. વાંચેલી-સાંભળેલી...

‘તમે બોર્ડના પ્રથમ દસમાં આવ્યા, બહુ એક્સાઈટેડ હશો નહીં? ટીવી ચેનલના પ્રતિનિધિએ ઋતાને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘ના રે ના, બોર્ડે નક્કી કરેલા સિલેબસ મુજબ મેં તૈયારી કરીને નંબર મેળવ્યો એમાં શું? સિદ્ધિ તો ત્યારે હશે જ્યારે મારા જ્ઞાન ઉપર આધારિત કોઈ...

‘મારા પપ્પાને નિયમિતરૂપે તમાકુ ખાવાનું અને વખતોવખત દારૂ પીવાનું વ્યસન છે, એમના વ્યસનોમાંથી હું તેમને છોડાવી શકું એવી શક્તિ મને આપો અને તેઓ વ્યસનોમાંથી છુટી શકે તેવી સદબુદ્ધિ તેમને આપો...’ ગામડાગામની એક દીકરી રમાએ લખેલી આ વાત છે. વાચકને પ્રશ્ન...to the free, weekly Gujarat Samachar email newsletter