કેન્યન ભારતીયોઃ એક અનોખી બ્રાન્ડનું સર્જન

Wednesday 06th March 2019 06:22 EST
 

પ્રિય વાચકમિત્રો, (વિશેષ તો તેઓ કે જે કેન્યા સાથે કોઈ રીતે સંકળાયેલા હોય)

થોડાં જ સપ્તાહના સમયગાળામાં ‘Golden Jubilee of Kenya Exodus and Settlement in Great Britain ’ સ્પેશિયલ મેગેઝિન આપના હાથમાં રજૂ કરાશે. આ મેગેઝિન આપને ખૂબ માહિતીપ્રદ, રસપ્રદ અને પ્રેરણાદાયી લાગશે તેમાં શંકાને જરા પણ સ્થાન નથી. આ સ્પેશિયલ મેગેઝિન માટે અમને પ્રાપ્ત થયેલા અને સંપાદિત કરેલા વિવિધ પ્રોફાઈલ્સમાંથી એક ઝલક આપની સમક્ષ રજૂ કરતા અમે આનંદ અનુભવીએ છીએ.

૧) ૧૯૬૯ની ૨૩ ફેબ્રુઆરીએ શાળાની એક વિદ્યાર્થિની ઘેર પહોંચીને પોતાનું ઘરકામ કરતી હતી. તેણે બીજા દિવસે સહાધ્યાયીઓ સાથે ભેગાં મળી અભ્યાસ કરવાનું વિચાર્યું હતું. સાંજના ૫.૩૦ના સુમારે તેના પિતા ઘેર આવ્યા ત્યારે આ છોકરીએ તેમની સાથે પોતાના આગલા દિવસના વિચારની વાત કરી. તેના પિતાએ તો તત્કાળ સામાન બાંધવાની તૈયારી કરવા કહી દીધું કારણકે બીજા દિવસની સવારે તેમણે લંડન જવા રવાના થવું પડે તેમ હતું. પરિસ્થિતિથી વાકેફ આ નાની છોકરી બધું સમજી ગઈ અને પોતાની માતા અને બે નાના ભાઈઓ સાથે લંડન જવા રવાના થઈ. તેઓ ૧૯૬૯ની ૨૬ ફેબ્રુઆરીએ લંડન પહોંચી ગયાં હતાં.

કેન્યાની આરામપ્રદ જીવનશૈલી છોડી તેમણે લંડનમાં એક બેડરુમના ફ્લેટમાં રહેવાની ફરજ પડી હતી, જ્યાં ત્રણ ભાઈબહેનને સૂવા માટે એક ડબલ બેડ હતો. જીવન પડકારોથી ભરેલું હતું. જરા પણ હિંમત હાર્યાં વિના આ છોકરીએ એકાઉન્ટ્ન્સીનો અભ્યાસ કર્યો, તેનો ભાઈ ફાર્માસિસ્ટ બન્યો અને આજે તેઓ સેંકડો લોકોને રોજગાર આપતા અતિ સફળ ઉદ્યોગસાહસિક છે. તેમનો બીજો ભાઈ આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સિયલ સંસ્થામાં વરિષ્ઠ સ્તરે કામગીરી બજાવે છે. સમયાંતરે આ યુવતીએ લંડનમાં સાથી ઈસ્ટ આફ્રિકન ભારતીય સાથે લગ્ન કર્યાં, તેની ફાર્મસીમાં ખભો મિલાવી સાથ આપવા સાથે ત્રણ દીકરીઓને ઉછેરી. તેમની બે દીકરી ફાર્માસિસ્ટ છે અને એક એકાઉન્ટન્ટ છે.

૨) અન્ય એક સન્નારીના દાદા વર્ષ ૧૯૦૦માં ભારતથી કેન્યા ગયા હતા, જેમના દાદાની ભરતી સંસ્થાનવાદી સત્તાએ રેલવેઝનું બાંધકામ કરવા ઈજનેર તરીકે કરી હતી. આ બહેને લંડનમાં એકાઉન્ટ્ન્સીનો અભ્યાસ કર્યો અને લગ્ન પણ કર્યાં. આજે તેઓ બે સંતાનો અને બે ગ્રાન્ડચિલ્ડ્રન સાથે સંતોષનું જીવન વ્યતીત કરે છે. છ પેઢીઓ વચ્ચેની આ યાત્રા ઘણું કહી જાય છે તેના વિશે ગૌરવ અવશ્ય થાય.

૩) એક વિધવા માતાએ તેના બે પુત્ર અને એક દીકરીને લંડન મોકલી આપ્યાં, જેમણે સમયાંતરે પ્રગતિ સાધી વાર્ષિક લાખો પાઉન્ડનું ટર્નઓવર ધરાવતાં આંતરરાષ્ટ્રીય બિઝનેસ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. આ પરિવારમાં ઘણાં ડોક્ટર્સ, ફાર્માસિસ્ટ્સ અને એકાઉન્ટ્ન્સ છે અને ઉદ્યોગસાહસિકો તો ખરાં જ. થોડી નાણાકીય પ્રગતિ સાધવાની સાથે આ પરિવારનું પ્રથમ કાર્ય તેઓએ ૫૦ વર્ષ અગાઉ જ્યાં અભ્યાસ કર્યો હતો તે ટાઉનમાં સેકન્ડરી સ્કૂલના નિર્માણનું હતું. આજે કેન્યા, યુકે, ભારત તેમજ અન્યત્ર આ પરિવારની પરગજુતાના ગુણગાન ગવાય છે.

૪) આ સાથે એક વિશિષ્ટ ચિત્ર સર્જાઈ રહ્યું છે. અમારા પ્રાથમિક સંશોધનો એવો નિર્દેશ કરે છે કે આરંભે તો પ્રમાણમાં ભારતીયોની જૂજ સંખ્યા ધરાવતા કિસુમુએ પાછળથી મોટી સંખ્યામાં એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સ આપ્યા એટલું જ નહિ, સ્વામિનારાયણ, ઈસ્કોન, જૈન તેમજ અન્ય આસ્થાના સંપ્રદાયોમાંથી આધ્યાત્મિક પ્રવાહ (સાધુ અને સંતો) પણ વહ્યો હતો.

આ તો થોડાં ઉદાહરણ છે અને કહેવાયા ન હોય તેવાં કેટલાય અનુભવો અને કથાઓ આપણી આસપાસ છે. આનાથી અમે પણ આશ્ચર્યચકિત બન્યા છીએ. પ્રોફેશનલ્સ હોય કે બિઝનેસમેન, ફિલ્મનિર્માતા, સ્પોર્ટ્સમેન અથવા સામાજિક કર્મશીલો હોય, પાર્લામેન્ટમાં કે જાહેર જીવનમાં હોય, કેન્યાની ભારતીય કોમ્યુનિટી તેઓને અહીં સાંપડેલી હુંફ અને સમર્થન બદલ હૃદયના આભારની લાગણી અને પૂરા વળતર સાથે બ્રિટન પ્રત્યે પોતાનું ઋણ ચૂકવી રહી છે.

આ સ્પેશિયલ મેગેઝિનમાં તમને રસદાયક પ્રોફાઈલ્સ-રેખાચિત્રોની સાથોસાથ આંકડાકીય વિગતો પણ જોવાં મળશે. કેન્યા સ્પેશિયલમાં આપને સામેલ થવાના આમંત્રણ વિશેની માહિતીનું આ કદાચ સાતમુ અને આખરી સૂચન હોઈ શકે છે.

મોટી સંખ્યામાં પુરુષ અને સ્ત્રીઓ સહિત નોંધપાત્ર મહાનુભાવો, યુવાન અને અનુભવસમૃદ્ધ વડીલો, એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ તેમજ અન્યોએ ભારે ઝડપથી અને ઉદારપણે પ્રતિભાવ આપ્યો છે, અમારા પત્રકારોને તેમની જીવનકથામાં ભાગીદાર બનાવવા કલાકો ગાળ્યા તેના બદલ અમે આભારી છીએ.

અમે વિશેષ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી તેમજ સુંદર સ્પેશિયલ મેગેઝિન રજૂ કરવા ઉત્સુક છીએ, જે પેઢીઓ વચ્ચે સેતુનું નિર્માણ કરશે. આપના સંતાનો અને તેમના પણ સંતાનો આ મેગેઝિનને ખજાનાની માફક સાચવશે અને તેની માહિતીનો અવારનવાર ઉલ્લેખ પણ કરશે. સ્થળાંતર- માઈગ્રેશનની આ સંપૂર્ણ સાહસકથા કેવી રીતે રચાઈ, એક વિશિષ્ઠ ધરોહરનું સર્જન કરવા તમે અને તમારા બાપદાદાઓએ કેવા અવરોધોનો સામનો કર્યો હતો તે તેમને જાણવા દેવાની અમૂલ્ય તક છે.

અમારે એ અવશ્ય કહેવું જ જોઈએ કે યુકેસ્થિત કેન્યન ભારતીયોએ નોંધપાત્ર અસર ઉભી કરી છે. સૌથી મહત્ત્વની બાબત એ પણ છે કે કાયદો તોડનારાઓ તરીકે તેમની સંખ્યા નહિવત્ હોવાની સાથે મહારાણી સમક્ષ તેમની હાજરીની સંખ્યા પણ પાંખી જ છે. કેન્યામાં તેમના જીવન સંબંધે અને યુકેમાં તેમના આગમનના આરંભની તસવીરો અમને મળશે તો અમે ભારે આભારી રહીશું.

-----------------------------------

અમે બ્રિટનમાં રહેતા કેન્યન ભારતીયો, તેમના સંતાનો અને તેમના પણ સંતાનોને તેમની નોંધપાત્ર સિદ્ધિઓ અને યુકે પ્રત્યે તેમના સમર્થનને બહોળી સંખ્યામાં સાંકળી લેવા ઈચ્છીએ છીએ. અમને પ્રાપ્ત થશે તે તમામ માહિતી આ મેગેઝિનમાં યોગ્ય રીતે સામેલ કરવામાં આવશે. તમે તસવીર સાથે ૫૦ શબ્દો સુધીની સ્ટોરી આમને મોકલી શકો છો, જે આ સ્પેશિયલ એડિશનમાં વિનામૂલ્યે પ્રસિદ્ધ કરવામાં આવશે. તમે મોટા પ્રોફાઈલ્સમાં પણ સામેલ કરી શકશો. અમે તમને અમારા ABPL Groupના નીચે દર્શાવેલી ટીમના કોઈ પણ સભ્ય સાથે તમારા જીવનના અનુભવોનું વર્ણન કરવા નિમંત્રણ આપીએ છીએઃ

• સી.બી પટેલઃ [email protected]

• કોકિલાબહેન પટેલઃ [email protected] અથવા ફોન સંપર્ક-(07875 229 177)

જ્યોત્સના શાહઃ [email protected] અથવા ફોન સંપર્ક- (07875 229 223)

કિશોર પરમારઃ [email protected] અથવા ફોન સંપર્ક- (07875 229 088)

સુરેન્દ્ર પટેલઃ [email protected] અથવા ફોન સંપર્ક- (07875 229 220)

• એલ. જ્યોર્જઃ [email protected] અથવા ફોન સંપર્ક- (020 7749 4013)

• સેસિલ સોન્સઃ [email protected] અથવા ફોન સંપર્ક- (020 7749 4089)

હર્ષદ કોઠારીઃ [email protected] અથવા ફોન સંપર્ક- (020 8554 2999)

• ડાક પટેલઃ [email protected]

શ્રીજિત રાજનઃ [email protected] અથવા ફોન સંપર્ક (+91-9879882312)(India Office)

વિજ્ઞાપન, એડવર્ટોરિયલ અને સ્પોન્સરશિપ્સ મારફતે તમારા બિઝનેસને આગળ વધારવાની આ આદર્શ તક છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter