ગુજરાતનો મતદાર એકદમ જાગૃત બની ગયો!

(ચૂંટણી ડાયરી-૫) આ અંક જ્યારે તમારા હાથમાં હશે ત્યારે ભારતના ચૂંટણી જંગનો ત્રીજો - મહત્ત્વનો - તબક્કો પૂરો થયો હશે. મતદારે તેના મતનો ઉપયોગ કરી લીધો હશે. ગુજરાત પણ તેમાં આવી ગયું. ૨૩મી એપ્રિલે મતદાન. ૨૬ બેઠકો પર બે મોટા પક્ષો - કોંગ્રેસ અને ભાજપના...

ગુજરાતનું ગણિત એકલી જાતિ પર કામ નથી કરતું

(ચૂંટણી ડાયરી-૪) ગુજરાતનું ગણિત જરા અટપટું લાગે છે ઘણાને. મધ્યકાળમાં એક વિદેશી મુસાફરે નોંધ્યું હતું કે અહીં ગુજરાતમાં બાળકો ભણવા બેસે ત્યારે ક-ખ-ગ-ઘથી શરૂ નથી કરતા, ‘એકડે એક, બગડે બે...’થી શીખવાનું રાખે છે!’ આનો અર્થ એ ખરો કે મૂળમાં આવડા મોટા...

આમ આદમી પાર્ટી (‘આપ’) દિલ્હીમાં જીતી એટલે તેનામાં ગુજરાતમાં યે ‘કંઈક કરી બતાવવા’નું જોમ આવી ગયું! સામ્યવાદીઓ માટે મજાકમાં - અગાઉના વર્ષોમાં - કહેવાતું કે વરસાદ મોસ્કોમાં પડે અને બિરાદરોની છત્રી માણેક ચોકમાં ખૂલે!

પત્રકારત્વ એ ‘પડકારયુક્ત સેવાવ્રત’ (ચેલેજિંગ મિશન) છે એમ હું મારા પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રથમ વાક્યમાં જ શીખવાડું છું. ગુજરાત પાસે પૂર્વે એવા પત્રકારો હતા (તેમાંના ત્રણ કૃષ્ણલાલ શ્રીધરાણી, છગન ખેરાજ વર્મા અને શ્યામજી કૃષ્ણવર્મા વિદેશવાસી...

અગાઉ એક વાર લખ્યું હતું તે પ્રમાણે રાજ્યપાલની લોકાભિમુખતાએ એક નવું કદમ માંડ્યું છે. કેટલાક પ્રબુદ્ધોને તેમણે ગુજરાત અને તેની આવતીકાલ માટે ચર્ચાચિંતન કરવા નોતર્યા છે. મહેંદી નવાબ જંગ ગુજરાત રાજ્ય સ્થાપનાના સાક્ષી રાજ્યપાલ હતા. 

આમ તો બંધારણ નિર્માતાઓએ રાજ્યોના રાજ્યપાલો (ગર્વનર)ને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના બંધારણીય ‘દૂત’નું કામ સોંપ્યું હતું, પણ તેમણે પ્રજાતરફી સક્રિયતા કેવી કેટલી...

મોઢેરામાં હમણાં સૂર્યોત્સવ યોજાઈ ગયો. આ મંદિર ઘણી રીતે અ-નોખું છે. સૂર્યની ઉપાસના સાથે બંધાયેલાં દેવાલયની વિશેષતા પ્રભાતથી સાંજ સુધી ત્યાં દરેક સ્થાને દેખાતાં સૂર્યકિરણો તો છે જ, ભારતમાં આ પ્રાકૃતિક દેવની ઉપાસના કેવી રીતે વિસ્તરી તેની યે કહાણી...

કચ્છમાં ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ દરમિયાન બે મોટા ઉત્સવો યોજાઈ રહ્યા છે તેના સાક્ષી બનવાની તક મળી. એક તો દર વર્ષનો રણોત્સવ છે. પ્રથમ વાર જ્યારે તેની શરૂઆત થઈ ત્યારે ભૂજના સર્કીટ હાઉસ ‘ઉમેદ ભુવન’માં, તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની...

ગુજરાત-પુત્ર શૈલેષ વારાને તેનું પ્રિય વતન રાણાવાવ હજુ એવું જ મનોજગતમાં છે. પોરબંદરથી નજીકના રાણાવાવથી વારા-પરિવાર દેશાવર ગયો, અને આજે લંડનમાં સ્થિર થયો...

ગુજરાત હવે આંતરરાષ્ટ્રીય તખ્તા પર દેખાતું થયું છે. ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ દિલ્હીને બદલે ગુજરાત આવ્યા અને રંગેચંગે થોડાક કલાકો હયાત હોટેલથી રિવર...

ગુજરાત અત્યારે તો નવરાત્રિના ઉલ્લાસમાં છે. બદલાતા સમયે રાસ-ગરબાને નવો, આધુનિક બનાવી દીધો છે અને તેમાં ભાગ લેનારાઓને રાસ રમવા ઉપરાંત પોતાનાં સૌંદર્ય અને શક્તિનો અંદાજ પૂરો પાડવામાં યે રસ હોય છે એટલે ઝગમગતી રોશનીની વચ્ચે લાંબા રેશમી રંગીન ઝભ્ભા...

હમણાં દેશ ગાંધી-જયંતીની અલગ તરાહથી ઊજવણી કરી. વડા પ્રધાને સામાજિક જવાબદારી તરફ આંગળી ચીંધીને ‘સ્વચ્છ ભારત’નાં આંદોલનનો પ્રારંભ કર્યો. ગાંધીજન્મને દોઢસો વર્ષ થાય ત્યારે આખ્ખો દેશ સાફસુથરો બની રહે એવું તેમનું સપનું છે..