બ્રેક્ઝિટઃ યુરોપમાં હિન્દુ બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ તકો-પડકારો

અલ્પેશ પટેલ Thursday 29th November 2018 07:23 EST
 

શું ઘરઆંગણાની અથવા અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ યુરોપની હિન્દુ બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ તકો અને પડકારો અલગ પડે છે? ૪૦થી વધુ ગ્લોબલ બિઝનેસ ચેપ્ટર્સના હિસ્સારુપ અને પ્રથમ યુરોપિયન ચેપ્ટર ધ ઈન્ડસ એન્ટ્રેપ્રીન્યોર્સ યુકે (TiE-UK)ના સહસ્થાપક તેમજ TiE-UKના સુદીર્ઘ સેવારત બોર્ડ મેમ્બર તરીકે હું ઓછામાં ઓછાં એક દાયકા કરતા વધુ સમયથી આ મુદ્દા વિશે વિચારી રહ્યો છું. હવે યુકેસ્થિત સિટી હિન્દુ નેટવર્કના એડવાઈઝરી બોર્ડ મેમ્બર તરીકે આ મુદ્દો ભવિષ્યમાં પણ લાંબા સમય સુધી વિચારતો રહીશ.

વાસ્તવમાં બિઝનેસ એ તો બિઝનેસ જ છે. જો કોઈ વસ્તુનો રંગ એક જ હોય તો તે નાણું છે અને તેનો રંગ લીલો છે. તેનો એક માત્ર ધર્મ નફો છે. આથી, માત્ર હિન્દુ સંબંધિત અથવા ભારતીય સંબંધિત અવરોધો અને તકો હોઈ શકે ખરાં?

બિઝનેસ સમક્ષની તકો અને પડકારો કે અવરોધોનો સામનો કરવાનો થાય તે તકોનો અભાવ સામાન્યપણે નેટવર્ક્સના અભાવના કારણે ઉભા થાય છે. આપણે વિશ્વાસપાત્ર પાર્ટીઓ થકી કરાતા પરિચય-ઓળખનો ભરોસો કરીએ છીએ. આપણે કોઈના વિશે શું જાણીએ છીએ અને અન્ય લોકો તેમના વિશે શું કહે છે તેનો પણ ચોકસાઈથી ઉમેરો કરીએ છીએ. તમને અથવા તમારી પ્રોડક્ટને લોકો વધુ પ્રમાણમાં ઓળખતા હોય તો તમારી તકો વધુ અને અવરોધો ઓછાં રહે છે. આ બંને તાર્કિક અને લાગણીશીલ છે. આ માનવ સ્વભાવ છે.

આથી, હિન્દુ અથવા ભારતીય બિઝનેસીસ સામે સૌથી મોટા અવરોધ અને તક ગુણવત્તારુપ નેટવર્ક્સ સુધીની તેમની પહોંચ છે. આ નેટવર્ક્સ થકી તમે સંબંધો બાંધી શકો છો, મુદ્દાઓ જાણી શકો છો, અવરોધો પર કેવી રીતે વિજય મેળવવો તે જાણી શકો છો, કઈ તકો હાજર છે અને તેમના સુધી કેવી રીતે પહોંચી શકાય છે તેની માહિતી પણ મેળવી શકો છો. આપણે યુરોપના ન હોવાથી અથવા પેઢીઓ સુધી આપણા પરિવારો ન હોવાથી આપણને નેટવર્કિંગનો ગેરલાભ થાય છે. ચોક્કસ, ઘણાએ તેનાથી પીછેહઠ કરી નથી પરંતુ, આપણામાંથી ઘણાને સહન કરવું પડ્યું છે.

આ જ કારણથી હું ભારતીયો અને હિન્દુઓને લક્ષમાં રાખતાં બિઝનેસ નેટવર્ક્સની સ્થાપના અને વિકાસ સાથે સંકળાયેલો છું. કોઈ પણ બિઝનેસપર્સન તેના સાથી એન્ટ્રેપ્રીન્યોર્સ માટે સૌથી સહાયકારી એકમાત્ર બાબત કરી શકે છે અને તે છે અવરોધો દૂર કરી શકાય અને તકોમાં સહભાગી બનાવી શકાય તેવા ઈન્ફ્રાસ્ટ્રક્ટરનું સર્જન કરવું.

જો તમારે જાણવું જ હોય કે સિલિકોન વેલી આટલી સફળ શા માટે થઈ -તો તેનું કારણ નેટવર્ક, ક્લસ્ટર-સમૂહ, એક ઈકોસિસ્ટમ છે. નેટવર્ક જાણકારી અને મૂડીને સાથે લાવે છે. આ કારણથી જ બ્રિટિશ વડા પ્રધાન લંડનમાં મૂડી અને ઉદ્યોગસાહસિકોના નેટવર્ક સમાન ટેકસિટી-TechCity ની રચના કરવા આતુર છે. આના થકી રોલ મોડેલ્સ અને મહત્ત્વાકાંક્ષી બિઝનેસ પર્સન્સનું સુચારુ વર્તુળ રચી શકાશે.

શું યુરોપની હિન્દુ બિઝનેસ કોમ્યુનિટી સમક્ષ તકો અને પડકારો ઘરઆંગણાની અથવા અન્ય કોમ્યુનિટીઓની સરખામણીએ અલગ પડે છે? આનો ઉત્તર છે હા. હિન્દુ બિઝનેસ નેટવર્ક્સનો આપણો અભાવ જ નહિ, પરંતુ ઘણી વખત જાતને જ નુકસાન પહોંચાડતા આપણા નેતાઓ અને સારા નેટવર્ક સાથે સંકળાયેલા લોકો સામે પથ્થરો ફેંકતા આપણા ટીકાખોરો તેમાં સામેલ છે. બ્રિટિશ સરકાર યુકેમાં કંપની સ્થાપવા ઈચ્છતી કંપનીઓને ખુલ્લાં હાથે આવકારે છે, જ્યાંથી યુરોપમાં પ્રવેશ મેળવી શકાય. મેં પણ સરકારની સહાયથી યુરોપમાં નિકાસ કરવા થોડી કંપનીઓને મદદ કરી છે. વધુ વિગતો www.dit.gov.uk વેબસાઈટ પરથી મેળવી શકાશે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter