મારે કંઈક કહેવું છે - માનવજીવનઃ આધુનિક અને પુરાતન

- ડો. નગીનદાસ પી પટેલ લંડન Wednesday 21st July 2021 02:10 EDT
 
આજકાલ ઈલેક્શન આવે ત્યારે આપણા કેટલાંક નેતાઓ અનેક ધાર્મિક સ્થળો અને મંદિરોમાં દોડાદોડી કરીને વોટ માગતા અચકાતા નથી. '  ઓહોહો અમે તો કેટલાં ધાર્મિક છીએ એવા પ્રદર્શનો કરતા હોય છે.  દેશમાં ઉંડો વિચાર, વિશ્લેષણ કે તર્ક, વાદ કે વિવાદ વિના જ સેંકડો ધાર્મિક ઉત્સવો ઉજવાતા હોય છે.  તાજેતરમાં ઉત્તરાખંડની હાઈ કોર્ટે ચારધામની યાત્રાને મુલતવી રાખવા સહમતિ દર્શાવી છે અને કહ્યું છે કે આ દેશ પુરાણા શાસ્ત્રોના બંધનોથી નથી ચાલતો. પરંતુ લોકશાહીને વરેલો આ દેશ એના બંધારણ અને કાયદા કાનુનથી જ ચાલે છે. પુરાણકાળના ધાર્મિક ગ્રંથો, લખાણો, માન્યતાઓ, સંકુચિત વિચારસરણી સીમિત જ્ઞાન,ભૂતકાળના સંયોગો અને તે કાળના કુદરતી સંયોગો અને ચમત્કારી વાર્તાઓ વિધાનો અને કાલ્પનિક અટકળો વચ્ચે તે કાળના માનવજીવનને આધુનિક સંયોગો, બદલાતી પરિસ્થિતિ, જ્ઞાન અને વિજ્ઞાન, પ્રગતિની અસર અને નવી વિચારસરણી થી જીવતા માનવજીવનને સરખાવી શકાય જ નહીં. અનુકૂળ કે પ્રતિકૂળ કુદરતી સંયોગો અને માનવસર્જિત પરિબળોની અસર નીચે જીવન જીવી જાણે એ જ હિતાવહ ગણાય. હા ભૂતકાળની કેટલીક ઉપયોગી શિખામણોને સામાજિક જીવનમાં ઉતારવી ઉપયોગી છે. પરંતુ મહદઅંશે બાકીની પ્રથાઓ વગેરેને તિલાંજલિ આપવી એ માર્ગ જ સારો ગણાય. ભૂતકાળનુ પોટલું ખભે ભેરવીને જીવવું એ પ્રગતિ અવરોધક બનીને અતિશય નુકસાનકારક અને વિરોધના વાદળો અને વિખવાદો જ સર્જે. આજના સમયમાં કેટલાક અમાનુષી, રાક્ષસી, ખતરનાક સામાજિક દૂષણોને નિયંત્રણમાં રાખી શકાય એવા સખત કાયદા ઘડીને અમલમાં મૂકવાનો સમય પાકી ગયો છે. નહીં તો આવા ઠગ, સ્વચ્છંદી, ઉચ્છૃંખલ અને તોફાની તત્ત્વો દેશના માનવસમાજની શાંતિમાં તરખાટ મચાવે.

comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter