કેર સ્ટાર્મર દ્વારા તાજેતરમાં લેબર શેડો કેબિનેટમાં કરાયેલા ફેરફારોના સંદર્ભમાં જો હું કોઈ ભારતીય, હિન્દુ, જૈન અથવા શીખ સંસ્થા/ સંગઠનની નેતાગીરી સંભાળી રહ્યો હોત તો કદાચ, હું કેર સ્ટાર્મરને નીચે મુજબનો એક પત્ર લખ્યો હોતઃ
પ્રિય શ્રી સ્ટાર્મર
વિષયઃ ભારત વિશે લેબર પાર્ટીની પોલિસી
તમે 4 સપ્ટેમ્બર 2023ના રોજ શેડો કેબિનેટ રીશફલિંગ કર્યું છે તેની મેં નોંધ લીધી છે. આશ્ચર્યજનક રીતે તમારી નવી ટીમમાં નીચે મુજબના સભ્યોનો પણ સમાવેશ કરાયો છેઃ
શબાના મહમૂદઃ શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ
લિઝા નાન્દીઃ શેડો કેબિનેટ મિનિસ્ટર ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ
સીમા મલ્હોત્રાઃ શેડો મિનિસ્ટર ફોર સ્મોલ બિઝનેસ, કન્ઝ્યુમર્સ એન્ડ લેબર માર્કેટ્સ
ઈમરાન હુસૈનઃ શેડો મિનિસ્ટર ફોર વર્ક
થંગામ ડેબોનેઈરઃ શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર DCMS
રોશેના અલી- ખાનઃ શેડો કેબિનેટ મિનિસ્ટર ફોર મેન્ટલ હેલ્થ
નાઝ શાહઃ શેડો મિનિસ્ટર ફોર ક્રાઈમ રિડક્શન
ગારેથ થોમસઃ શેડો મિનિસ્ટર ફોર ટ્રેડ પોલિસી
લોર્ડ (વાજિદ) ખાનઃ શેડો સ્પોક્સપર્સન
અફઝલ ખાનઃ શેડો મિનિસ્ટર ફોર લીગલ એઈડ
તનમનજિત ધેસીઃ શેડો રેઈલ મિનિસ્ટર
તુલિપ સિદ્દિકઃ શેડો ઈકોનોમિક સેક્રેટરી
યાસ્મિન કુરેશીઃ શેડો મિનિસ્ટર ફોર વિમેન એન્ડ ઈક્વલિટિઝ
એમ લાગે છે કે તમે એવી વ્યક્તિઓની નિમણૂક કરી છે જેઓ ક્યાં તો ખુલ્લેઆમ ભારતવિરોધી છે અથવા એવું વર્તન પ્રદર્શિત કર્યું છે જેનાથી તેઓ ભારતવિરોધી હોવાનું દેખાઈ આવે છે. મને ચોક્કસ જાણ નથી કે તમે આ વિશેષ રૂપરેખા હેઠળ કર્યું છે કે અથવા કોઈ ચોક્કસ કોમ્યુનિટીને સંતોષ આપવા કર્યું છે કે અથવા તમારા પક્ષે અજ્ઞાનતાનું જ આ પરિણામ માત્ર છે? હું આ મુદ્દો તમને વિચાર કરવા માટે છોડી દઉં છે અને આશા રાખું છું કે સત્ય તમારું માર્દર્શન કરશે.
કોઈ શંકા હોય તો, હું તમને થોડાં ઉદાહરણોનો ઉલ્લેખ કરું છું જેનાથી લેબર પાર્ટી હવે ભારતવિરોધી હોવાનું સતતપણે દર્શાવાઈ રહ્યું હોવાની મારી ચિંતાને બળ મળે છે.
શબાના મહમૂદ જે નિશ્ચિતપણે ભારતનો અંગભૂત હિસ્સો છે તે કાશ્મીર વિશે પોતાની વેબસાઈટ પર ‘ભારતના કબજા હેઠળનું કાશ્મીર’ તરીકે ઉલ્લેખ કરે છે. શું મારે એમ માની લેવું જોઈએ કે આ હવે લેબર પાર્ટીની સત્તાવાર પોલિસી છે? હું ધારું છું કે તમારી શેડો કેબિનેટના સભ્યો તમારા માટે, લેબર પાર્ટી અને તેની પોલિસી માટે બોલી રહ્યા છે. આ તાકીદની બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તે આવશ્યક છે. તમને કદાચ યાદ આવશે કે 2019 (25 સપ્ટેમ્બર)ની લેબર પાર્ટી કોન્ફરન્સમાં એક ઈમર્જન્સી ઠરાવ પસાર કરાયો હતો જેમાં જણાવાયું હતું કે,‘ સ્વીકારીએ છીએ કે કાશ્મીર વિવાદાસ્પદ પ્રદેશ છે અને કાશ્મીરના લોકોને યુએનના ઠરાવો અનુસાર આત્મનિર્ણયનો અધિકાર અપાવો જોઈએ.’
તત્કાલીન લેબર હીરો ક્લોડિયા વેબ MP ના અધ્યક્ષપદ હેઠળની આ કોન્ફરન્સ દરમિયાન, અને પોડિયમ પરથી લેબર સભ્યોએ ભારત વિશે જૂઠાણાં ઓક્યા હતા, તેમણે ભારતીયો પ્રત્યે ઘૃણા દર્શાવી હતી અને સર્જાયેલા વાતાવરણમાં ભારતીયો અને ખાસ કરીને હિન્દુઓના વિરોધ દુશ્મનાવટ અને પૂર્વગ્રહો જોવા મળ્યા હતા. આજ દિન સુધી તમે અથવા લેબર પાર્ટીના કોઈ પણ વરિષ્ઠ સભ્યે આવી ઘૃણાના વરવાં પ્રદર્શન અને ઘણાએ જેને અનિયંત્રિત રેસિઝમ ગણાવ્યું હતું તેના વિશે માફી માગી હોય તેવું મેં જોયું કે સાંભળ્યું નથી.
આ ઉપરાંત, મારી જાણકારી મુજબ આ ઠરાવને આ પછીની કોઈ પણ લેબર પાર્ટી કોન્ફરન્સના ફ્લોર પર કદી સત્તાવારપણે ફગાવી દેવાયો નથી. આનાથી, એક પ્રશ્ન ઉદ્ભવે છે કે લેબર પાર્ટી શેના માટે ખડી છે? તમે એક દિવસે લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સમક્ષ કોઈ બાબત કહો છો અને થોડા દિવસ પછી મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટન તમારો સંપર્ક સાધે છે અને બીજા જ દિવસે જે કહ્યું હોય તેમાંથી પીછેહઠ કરી લો છો. અમે જોયું છે કે લેબર સાંસદો ભારતીય હાઈ કમિશન તરફ કૂચ કરી જાય છે અને ગંભીર તોફાનો સર્જાય છે. આના પગલે તમારા ફ્રન્ટબેન્ચર, શબાના મહમૂદ સ્પષ્ટપણે જણાવે છે કે કાશ્મીર પાકિસ્તાનનો હિસ્સો છે. મને ખાતરી છે કે તમે સ્વીકારશો કે આવી મહત્ત્વની આંતરરાષ્ટ્રીય પોલિસીના પાગલપણા બાબતે ચોક્કસતા અને સ્પષ્ટતા હોવાં જોઈએ.
કોઈને પણ આશ્ચર્ય થઈ શકે કે જો તમે બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બની જાઓ તો ભારત પરત્વે તમારી સરકારનું વલણ કેવું હશે? મને ખાતરી છે કે તાજેતરમાં ભારતમાં યોજાએલા અકલ્પનીય G20 સમિટનું તમે બરાબર અનુસરણ કર્યું હશે. સમિટની અતુલનીય સફળતા દર્શાવે છે કે ભારત ઈતિહાસની યોગ્ય-સાચી બાજુએ છે. લેબર પાર્ટીએ પાકિસ્તાન કોમ્યુનિટી અને પાકિસ્તાનની તરફેણમાં ભારે રોકાણ કર્યું છે અને વિચાર એવો પણ આવે છે કે વિનાશની દિશામાં જઈ રહેલા આ માર્ગની દિશા બદલવાની જરૂર છે.
હવે આપણે આગળ વધીએ,ઈમરાન હુસૈન MP એ કહ્યું છે કે, ‘કાશ્મીરના દીકરા અને દીકરીઓ માટે એક માત્ર ઉકેલ આત્મનિર્ણય છે, અને યુકે પાર્લામેન્ટ કાશ્મીરની અવગણના નહિ કરે તેવી ચોકસાઈ રાખવાની તેમણે બાંયેધરી આપી છે.’ શું કાશ્મીરમાં ‘આત્મનિર્ણય’ હવે લેબર પાર્ટીની નીતિ છે?
લેબર પાર્ટીના ઘણા સાંસદોએ કાશ્મીરમાં હસ્તક્ષેપ કરવાનું યુનાઈટેડ નેશન્સને જણાવતા 2019ની 8 ઓગસ્ટના પત્રમાં સહીઓ કરી હતી જેમાં, સાંસદો ફૈઝલ રશિદ, લોર્ડ કુરબાન હુસૈન, મોહમ્મદ યાસીન, ખાલીદ મહમૂદ, અફઝલ ખાન, યાસ્મિન કુરેશી, સ્ટીફન કિનોક, શબાના મહમૂદ, રુશનારા અલી, નાઝ શાહ, ઈમરાન હુસૈન અને અન્યોનો સમાવેશ થયો હતો. મને ખાતરી છે કે આમાંથી ઘણા નામને તમે ઓળખી કાઢશો કારણકે તેઓ તમારી શેડો કેબિનેટમાં છે.
લેબર પાર્ટી હવે ઈઝરાયેલવિરોધી અને એન્ટિસેમેટિક તરીકે ઓળખાય જ છે. ગત દાયકાના પુરાવાઓ જણાવે છે કે તે હવે ભારતવિરોધી અને હિન્દુફોબિક પણ બની ગઈ છે. હું ખાતરીપૂર્વક તમને જણાવું છું કે અમારા મંદિરોની મુલાકાત લેવાથી અને અમારા આધ્યાત્મિક નેતાઓ સાથે તસવીરો ખેંચાવવાથી કદાચ થોડા લોકોને મૂર્ખ બનાવી શકાશે પરંતુ, વ્યાપક બહુમતી આવા દેખાડાને બરાબર ઓળખી જાય છે. અમે કર્મમાં માનીએ છીએ અને કર્મ પવનની સાથે ઉડી જતું નથી. તે સત્ય અને ન્યાય પર આધારિત ચુકાદો જ આપે છે.
હવે તમે ભારત સંબંધે એક સુગઠિત નિવેદન આપશો તેમ જણાવવા સાથે પુરું કરીશ. તેમાં સ્પષ્ટ કરજો કે તમારી પાર્ટી કયા સ્થાને ઉભી છે, અને ચોકસાઈ કરજો કે તમારા દરેક શેડો મિનિસ્ટર તેનો જાહેરમાં સ્વીકાર કરે અને તેનું પાલન કરે. તમારે એ પણ સ્પષ્ટ કરવું જોઈશે કે લેબર પાર્ટીનો કોઈ પણ સભ્ય હિન્દુફોબિક માનસિકતાઓનું પ્રદર્શન કરશે તેની હકાલપટ્ટી કરાશે. તમારે ઝડપી શરૂઆત કરવી હોય તો આવા સેંકડો સભ્યોથી શરૂ કરી શકાશે. બોલ ગગડતો મૂકવા માટે તમારે લેસ્ટર તરફ દૃષ્ટિ કરવી પડશે અને સંબંધિત લેબર પાર્ટી કોન્ફરન્સનો વીડિયો નિહાળવાનો રહેશે!
વાંચકો માટે રસપ્રદ નોંધઃ ગત સપ્તાહે આપણે વંશાવલી-પૂર્વજો વિશે ચર્ચા કરી હતી અને મેં દરેકને તેઓ કેટલી પેઢી સુધી પૂર્વજોના નામ યાદ કરી શકે છે તેમ પૂછ્યું હતું. મેં તો મારું હોમવર્ક બરાબર કર્યું છે અને મારું સંપૂર્ણ નામ આ રીતે લખી શકાય તેમ છેઃ કપિલ શાંતિલાલ અમરતલાલ રામજી કુરજી વાલજી કરશનજી ધનજી ડોસાભાઈ વસ્તાજી સમતાજી હમીરજી માંડલજી રણમલજી હીરાભાઈ પાંચાલભાઈ દુદાજી ચંદ્રાજી દૂદકીઆ. આમ મારી 18 પેઢી થાય છે. હજુ પણ વધુ ખજાનો શોધી કાઢવાના પ્રયાસો ચાલુ છે.
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)