બ્રિટિશ પ્રજાને ટ્રમ્પની નીતિઓ ગમવા લાગી છે

કપિલ દૂદકીઆ Tuesday 28th January 2025 13:52 EST
 
 

ઓપિનીઅન રિસર્ચ અને નેપીઅન દ્વારા 22થી 24 જાન્યુઆરીની વચ્ચે 2000થી વધુ બ્રિટિશરોનો ગણનાપાત્ર સરવે હાથ ધરાયો હતો. કેટલાકને તેના પરિણામો કદાચ આશ્ચર્યજનક લાગશે પરંતુ. પ્રામાણિકતાથી કહું તો હું છેલ્લાં થોડા સમયથી જે કહેતો આવ્યો છું તેની સાથે ખરેખર સુસંગત છે.

ચાલો આપણે પુખ્તતાપૂર્વક ડેટા પર નજર નાખીએ અને આ વર્તમાન ક્ષણે બ્રિટિશ જનતા શું કહી રહી છે તે પણ જાણીએ.

S1: આપણી સરકાર વિશ્વાસની કટોકટીનો સામનો કરે છે. આપણા સમાજના સ્તંભો ભાંગી-તૂટી પડ્યા છે ત્યારે આપણી પાસે એવી સરકાર છે જે ઘરઆંગણે સરળ-સાદી સમસ્યાનું નિરાકરણ લાવી શકતી નથી અને સાથે જ વિદેશમાં અનર્થકારી ઈવેન્ટ્સની યાદીઓમાં ગોથાં ખાય છે.

A1: આ સ્ટેટમેન્ટ સાથે 57% સહમત છે જ્યારે 25% અસહમત છે.

S2: આપણો દેશ હવે ઈમર્જન્સીના સમયમાં પાયાની સર્વિસીસ પૂરી પાડી શકતો નથી. આપણી પાસે એવી પબ્લિક હેલ્થ સર્વિસ છે જે આફતકાળમાં યોગ્ય સેવા આપતી નથી છતાં, વિશ્વના ઘણા દેશોની સરખામણીએ તેની પાછળ વધુ નાણા ખર્ચાય છે.

A2: આ સ્ટેટમેન્ટ સાથે 64% સહમત છે જ્યારે 22% અસહમત છે.

S3: આપણો દેશ કાયદાનું પાલન કરતા આપણા યુકેના નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે પરંતુ, સમગ્ર વિશ્વમાંથી આપણા દેશમાં ગેરકાયદે પ્રવેશ કરી જનારા ખતરનાક ક્રિમિનલ્સને આશ્રય અને રક્ષણ પૂરાં પાડે છે.

A3: આ સ્ટેટમેન્ટ સાથે 61% સહમત છે જ્યારે 26% અસહમત છે.

S4: આપણા દેશને બ્રિટનના સંપૂર્ણ પુનરુદ્ધાર તેમજ સામાન્ય સમજની ક્રાંતિનો આરંભ કરવાની જરૂર છે.

A4: આ સ્ટેટમેન્ટ સાથે 58% સહમત છે જ્યારે 21% અસહમત છે.

દરેક સ્ટેટમેન્ટ સંદર્ભે અસહમત થનારાના સંખ્યાની સરખામણીએ વ્યાપકપણે બમણી સંખ્યાએ સહમતિ દર્શાવી છે. આમ જોઈએ તો, બ્રિટિશ પ્રજાએ એ બાબતને સમર્થન આપ્યું છે કે તેઓ આપણા પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મર કરતાં યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પની નીતિઓ સાથે વધુ સહમતિ ધરાવે છે.

રસપ્રદ વળાંક એ પણ છે કે કેટલીક ચોક્કસ સ્પષ્ટતાની ચોકસાઈ કરવા માટે વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ સાથે નીચે વધુ શ્રેણીબદ્ધ સ્ટેટમેન્ટ્સ અપાયા છે અને તેને મળેલાં પ્રતિભાવ તો રસપ્રદથી પણ આગળ વધી જાય છે.

S5: ચેનલમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરો અને હજારો અને હજારોની સંખ્યામાં ક્રિમિનલ માઈગ્રન્ટ્સને તેઓ જ્યાંથી આવ્યા હોય તે સ્થળોએ પરત ધકેલવાની પ્રોસેસની શરૂઆત કરો.

A5: આ સ્ટેટમેન્ટ સાથે 58% સહમત છે જ્યારે 26% અસહમત છે.

S6: યુકેના વર્કર્સ અને પરિવારોનું રક્ષણ કરવા માટે આપણી ટ્રેડ સિસ્ટમમાં ધરમૂળ ફેરફાર શરુ કરો. અન્ય દેશોને વધુ સમૃદ્ધ બનાવવા આપણા નાગરિકો પર કરબોજ લાદવાના બદલે આપણે આપણા નાગરિકોને સમૃદ્ધ બનાવવા વિદેશી રાષ્ટ્રો પર ટેરિફ અને ટેક્સ લગાવીશું.

A6: આ સ્ટેટમેન્ટ સાથે 56% સહમત છે જ્યારે 23% અસહમત છે.

S7: વર્ષોના વર્ષો સુધી મુક્ત અભિવ્યક્તિને નિયંત્રિત રાખવાના પ્રયાસો પછી તાત્કાલિક ધોરણે તમામ સરકારી સેન્સરશિપ બંધ કરો અને વાણી સ્વાતંત્ર્યને ફરીથી સ્થાન આપો.

A7: આ સ્ટેટમેન્ટ સાથે 53% સહમત છે જ્યારે 26% અસહમત છે.

S8: જાહેર અને ખાનગી જીવનના તમામ પાસાઓમાં સોશિયલ એન્જિનીઅરીંગ વંશીયતા અને લૈંગિકતાનો અંત લાવો અને એવા સમાજની રચના કરો જે વર્ણ-રંગને ધ્યાનમાં ના લેતો હોય અને ગુણવત્તાને આધારિત હોય

A8: આ સ્ટેટમેન્ટ સાથે 53% સહમત છે જ્યારે 23% અસહમત છે.

S9: યુકે સરકારની સત્તાવાર પોલિસી એવી હશે કે માત્ર પુરુષ અને સ્ત્રી એમ બે જ જેન્ડર રહેશે.

A9: આ સ્ટેટમેન્ટ સાથે 51% સહમત છે જ્યારે 32% અસહમત છે.

આપણને જે બાબતો રાષ્ટ્ર બનાવે છે તેના હાર્દમાં દેશ ઉભો છે ત્યારે લેબર પાર્ટી તે તબક્કાથી 180 ડીગ્રી અવળી છે. ગત ઈલેક્શન્માં રિફોર્મ યુકે પાર્ટીએ કન્ઝર્વેટિવ પાર્ટી પાસેથી મત ખૂંચવી લીધા ન હોત તો લેબર પાર્ટીએ કદાચ વિજય મેળવ્યો હોત પરંતુ, તેની સરસાઈ કે બહુમતી અત્યંત પાતળી રહી હોત. આજે સ્ટાર્મર ધરખમ બહુમતી ધરાવે છે તે એટલા માટે નથી કે દેશ તેમની સાથે છે. તેમની પાસે આટલી બહુમતી છે કારણકે ‘અવર પાસ્ટ ધ પોસ્ટ’ ઈલેક્ટોરલ સિસ્ટમ તેમની તરફેણમાં કામ કરી ગઈ હતી.

જનરલ ઈલેક્શન થયાને એક વર્ષથી ઓછો સમય થયો છે ત્યારે લેબર અને ટોરીઝ વચ્ચે પોલિંગ ઘણું જ ટાઈટ છે પરંતુ, હવે રિફોર્મ યુકે સમૃદ્ધિમાં ભાગ પડાવવા આગેકૂચ કરી રહેલ છે.

                             Lab      Con           Reform UK          Lib Dems

Opinium               28%     21%            27%               11%

Techne                  25%     24%           24%               13%

Find Out Now       22%      23%            26%              12%

YouGov                  26%     22%           24%               14%

More In

Common              24%         25%           25%             12%

Deltapoll             29%          25%           22%             11%

JL Partners           26%        25%           22%            13%

Survation            30%          25%           20%             11%

ઘણા લોકો તો હવે એમ માનવાને પ્રેરાયા છે કે હવે આગામી સરકાર રિફોર્મ યુકે જ બનાવશે. આવી શક્યતા હંમેશાં રહે જ છે પરંતુ, આમ થઈ શકે તે માટે તેમણે પોલિંગમાં રાષ્ટ્રીય દષ્ટિએ 36 ટકાથી વધુ મત હાંસલ કરવા પડે અને તેમની ઈચ્છા હોય તેનાથી પણ વધુ બેઠકો જીતવી પડે. બધું શક્ય છે પરંતુ, તેમ થશે ખરું? આ બાબત જ્યૂરી હસ્તક જ છે. આપણી FPTP સિસ્ટમનો લાભ મેળવવો ત્રીજી પાર્ટી માટે મુશ્કેલ છે. રિફોર્મ યુકે ખરેખર સારી કામગીરી બજાવી રહેલ છે અને જો તેઓ સારું નહિ કરે તો પણ એ શક્યતા છે કે આપણે તેમને ટોરીઝ પાસેથી મત ખૂંચવી લેતા અને લેબર પાર્ટીને બાય ડિફોલ્ટ બેઠકો મેળવી લેતા નિહાળીશું. કદાચ વર્ષ 2028 આવે ત્યારે ટોરીઝ અને રિફોર્મ યુકે એ કદાચ સાથે જ બેસવું પડશે અને તેમના આંતરિક યુદ્ધના પરિણામે ફરીથી લેબર પાર્ટીના વિજય હાંસલ કરવાનું ગાંડપણ વાસ્તવિકતા ના બને તેવી ચોકસાઈ રાખવા ગઠબંધન સાધવાની મુશ્કેલ વાટાઘાટો કરવી પડશે.

આપણો દેશ ઘણા કેન્દ્રીય મુદ્દાઓ પરત્વે સ્પષ્ટપણે સેન્ટર-રાઈટ છે. આપણા દેશ માટે અતિ ડાબેરી લેબર પાર્ટી સત્તા પર હોય તે નર્યું ગાંડપણ છે. આ સંબંધ તોડવાનું આપણા દેશ માટે સારું નથી. એક પોઈન્ટ પર નાગરિક સમાજ તૂટી જાય છે અને તે પોઈન્ટ પર તમામ બાજુના તમામ કટ્ટરવાદીઓ આને અરાજકતા સર્જવાના ગ્રીન સિગ્નલ તરીકે સમજી લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter