વિશાળ અમેરિકા પર છવાયો મોદીનો સંમોહક જાદુ

કેનેડા ડાયરી

મિતુલ પનીકર Wednesday 02nd October 2019 03:48 EDT
 
 

 પ્રિય વાચકમિત્રો,

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઈટેડ સ્ટેટ્સની મુલાકાતમાં સંમોહન પાથરી દીધું છે. જોકે, હું તેને અભૂતપૂર્વ તો નહિ જ કહું. ‘નમો’ની વાત કરીએ તો તેઓ દરેક જગાએ પોતાનો શિષ્ટાચાર ઉભો કરે છે અને વિશિષ્ટ પ્રભાવ પાથરે છે. મોદીએ સમગ્ર વિશ્વમાં જીવંત પ્રસારણ કરાયેલા દિલધડક કાર્યક્રમમાં ૫૦,૦૦૦થી વધુ ભારતીય-અમેરિકનોને સંબોધન કર્યુ. રવિવારે બપોરે બે વાગ્યે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ શરુ કરાયો ત્યારે મારાં નાનકડાં એપાર્ટમેન્ટમાં આશરે સાત મહેમાનો-ચાર ભારતીય કેનેડિયન્સ, ચાઈનિઝ-કેનેડિયન અને બે ફ્રેન્ચ નાગરિક મોદીના સંમોહનને નિહાળવા ફૂડ અને ડ્રિન્ક્સ સાથે સાંકડેમાંકડે ગોઠવાઈ ગયા હતા. વડા પ્રધાનનું સંબોધન અમારાં માટે દિલધડક અંગત સુપર બાઉલ સ્પર્ધા જેવું હતું.

‘હાઉડી મોદી’ કાર્યક્રમની રાજકીય મહત્તા પણ વિશેષ હતી અને યુએના પ્રેસિડેન્ટ પણ આ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ માટે પોતાનો સ્નેહ વ્યક્ત કરવામાં જરા પણ પાછા પડ્યા ન હતા. બંને નેતાઓ હાથમાં હાથ ભેરવીને ચાલતા હતા (પુતિન જરા સાચવજો, હવે નવા મિત્ર પણ આવી ગયા છે) અને તેમના સંબોધનોમાં દરેક શબ્દ એકબીજા માટેની ગાઢ મિત્રતા અને પરસ્પર માટે આદરથી ભીંજાયેલો હતો. મોદીના શક્તિશાળી શબ્દોના પ્રભાવને બાજુએ રાખીએ તો પણ આ ઈવેન્ટની હવામાં પાકિસ્તાન પર પડતા જોરદાર તમાચાની ગુંજ સંભળાતી હતી.

મોદીએ પોતાના સ્પષ્ટ સંબોધનમાં ઘણી બાબતોને વિદાય આપી હતી અને નવા ભારતના ઉત્થાન સંબંધે વાત કરી હતી. તેમને વિવાદાસ્પદ આર્ટિકલ ૩૭૦ને વિદાય આપ્યાની પણ વાત કરી હતી અને ટ્રમ્પ મુખ પર હાસ્ય ફરકાવતા રહ્યા ત્યારે તેમણે ઈસ્લામાબાદને કોથળામાં પાંચશેરી પણ ફટકારી હતી. નમો હવે સ્પષ્ટ હતા, તેઓ કોઈ રમત રમતા ન હતા. તેમને તો એક્શન જોઈએ છે અને અત્યારે જ તેની આવશ્યકતા છે.

ગત સપ્તાહે મારે ડોક્ટરની મુલાકાત લેવી પડી હતી અને શ્રી લંકન કેબ ડ્રાઈવરને બરાબર જાણવાની મને તક મળી ગઈ. મારાં તરફથી વાત શરૂ કરાઈ ન હોવાં છતાં વડા પ્રધાન તરીકે મોદીની કામગીરી, હ્યુસ્ટનમાં તેમનું સંબોધનની વાત સાંભળી ત્યારે મોદીની વિદેશ મુલાકાતો કેટલી અસરકારક રહેતી હોવાનું એક બીનભારતીય પાસેથી સાંભળવા મળ્યું. મોદી જ્યારે બોલે છે ત્યારે સમગ્ર વિશ્વ સાંભળે છે અને સાચા અર્થમાં સાંભળે છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં રોજર કોહેનનો આર્ટિકલ છપાયો હતો. ‘Don't Mess With Modi in Texas’ (ટેક્સાસમાં મોદી સાથે જરા પણ ગરબડ કરશો નહિ) મથાળા સાથેના લેખમાં આ કાર્યક્રમનું ધારદાર શબ્દોમાં સંક્ષિપત વર્ણન કરાયું હતું. મેં જે વાંચ્યું તેના પરથી કહી શકું કે લેખક ભારતના વડા પ્રધાનનો જબરો પ્રશંસક છે. તેમણે કોલમનું સમાપન કરતા લખ્યું છે કે,‘મોદી કાશ્મીરની સ્વાયત્તતાની નાબૂદી કર્યા પછી પણ પાછું વળીને નહિ જુએ. ભારતીય ઈતિહાસનો આ તબક્કો હવે વીતી ગયો છે. ટ્રમ્પ અને મોદી બંને પ્રભાવશાળી અને મીડિયાને ઓળખનારા રાજનેતાઓ છે. આમ છતાં, બંને એકસમાન નથી. મોદી ગરીબ પરિવારમાંથી સ્વબળે આગળ આવેલા છે, સંયત અને વિરક્ત છે અને કદી આવેગથી દોરવાતા નથી. બીજી તરફ, ટ્રમ્પ બિઝનેસ પરિવારમાં જન્મેલા છે. ચંચળ-તરંગી છે અને પોતાના અહંકારને પોષતી જરૂરિયાતોથી દોરવાય છે. મોદી નવા એકત્વમાં ભેળવાયેલા કાશ્મીર પ્રદેશ સહિત સમગ્ર ભારતને બદલી નાખશે તેની શરત મારવા હું તૈયાર છું.’

કાર્યક્રમનું કેન્દ્ર માત્ર મોદી ન હતા. યુએસ પ્રમુખે પ્રથાનુસાર ભારતીય-એમેરિકનોની વાહ-વાહ બોલાવી હતી. ‘હાઉડી મોદી’ કાર્યક્રમ ભારતીય ડાયસ્પોરાની રાજકીય તાકાતનું પ્રદર્શન હતો. પૂર્વગ્રહો ધરાવતા પ્રમુખો તો આવશે અને જશે પરંતુ, ભારતીય કોમ્યુનિટી તો અહીં જ રહેવાની છે અને દિવસોદિવસ તેમાં વૃદ્ધિ થતી જાય છે. ભારતીયોએ આ વર્ષની સામાન્ય ચૂંટણીમાં મોદીને ફરી ચૂંટ્યા છે અને વિશ્વના તખતા પર તેમની છબીને જાળવી રાખવામાં ભારતીય-અમેરિકનો મોખરે રહે છે. ટ્રમ્પે પણ તેમનું ધ્યાન અને સમર્થન મેળવવાની ગણતરી રાખી છે. યુએસ પ્રમુખ બરાબર જાણે છે કે આગામી ૨૦૨૦ની ચૂંટણીમાં કોમ્યુનિટીઓના વગશાળી મત સહાયક બની રહેશે.

‘હાઉડી મોદી’ને વિરોધ-દેખાવોનો સામનો પણ કરવો પડ્યો છે. જોકે, લગભગ તમામ વિરોધ-દેખાવો મીડિયાનું ધ્યાન ખેંચવામાં નિષ્ફળ રહ્યાં છે. હજારો દેખાવકારો સ્ટેડિયમની બહાર એકત્ર થયા હતા, જેમાં હિન્દુ રાષ્ટ્રવાદના વિરોધીઓ, કાશ્મીરી મુસ્લિમો, ખાલિસ્તાનતરફી શીખો, ટ્રમ્પવિરોધી કાર્યકરો, તેમજ બ્લેક લાઈવ્સ મેટરના સભ્યોનો પણ સમાવેશ થયો હતો. એક સફેદ કારની એક તરફ, RSS અને હિટલર લખાયેલું હતું તો બીજી તરફ, ‘Modi is Terrorist Fascist Killer’ લખાયું હતું. ટોળાંએ ‘આઝાદી’ના સૂત્રોચ્ચાર કરવા સાથે મોદીના પૂતળાં પણ માથાં પર દર્શાવ્યાં હતાં. બીજી તરફ, ચિત્ર અલગ જ હતું. હજારો ભારતીય-અમેરિકનોએ યુનાઈટેડ સ્ટેટ્સના પ્રમુખ સાથે હાથમાં હાથ ભેરવીને આવતા ભારતીય નેતાના આગમનને ગગનભેદી અવાજો સાથે વધાવી લીધું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter