અગ્રણી ટ્રાવેલ અને ટુરિઝમ ગ્રૂપ મોરસેન્ડના વાર્ષિક ઈવેન્ટનું શાનદાર આયોજન

Monday 12th February 2018 06:27 EST
 
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી હેલેન જોન્સ, સુખદીપ સિંઘ કેંગ (ફાઇનાન્સ ડિરેક્ટર), અનીતા નવરત્નમ, પીટર કોલ, ખાલેદ સિરાજ, પી. એસ. કંેગ (ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર), જ્હોન કાલીયા (ડિરેક્ટર), નિઆઝ ચૌધરી, ચેરુબિન નવરત્નમ અને ગુજરાત સમાચારના એડવર્ટાઇઝીંગ મેનેજર કિશોરભાઇ પરમાર
 

લંડનઃ સૌથી મોટી સ્વતંત્ર બ્રિટિશ ભારતીય ટ્રાવેલ અને ટુરિઝમ કંપનીઓ પૈકીની એક મોરસેન્ડ ગ્રૂપ દ્વારા ગત ૧૯ જાન્યુઆરીએ લંડનની લા મેરેડિયન પીકાડેલી હોટલ ખાતે વાર્ષિક પાર્ટી ‘ધ ન્યૂ યર્સ બ્લૂસ’ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ટ્રાવેલ, ટુરિઝમ અને એવિએશન ઉદ્યોગના ૧૫૦થી વધુ અતિથિઓ હાજર રહ્યા હતા અને રાગામામા રાગાસાનના સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણ્યો હતો.

પીએસના હુલામણા નામે જાણીતા પરમજીત સિંઘ કેંગે ૧૯૯૬માં કંપનીની સ્થાપના કરી હતી. હાલ મોરસેન્ડ ગ્રૂપ ટ્રાવેલ અને ટુરીઝમ ક્ષેત્રની શ્રેષ્ઠ કંપનીઓ પૈકીની એક હોવાનું ગૌરવ અનુભવી રહ્યું છે. ૨૦૧૮માં થયેલા ૨૫ ટકાના વધારા સાથે કંપનીનું ટર્નઓવર ૧૮૦ મિલિયન પાઉન્ડ સુધી પહોંચવાની અપેક્ષા છે. સુખદીપસિંઘ કેંગ અને જહોન કાલિયા કંપનીના ડિરેક્ટર્સ છે.

મોરસેન્ડ ગ્રૂપની કંપનીઓમાં ક્રિસ્ટલ ટ્રાવેલ, ઇસ્ટ લંડનના સૌથી જુના એશિયન ટ્રાવેલ એજન્ટ સામ ટ્રાવેલ એન્ડ ટૂર્સ, ટ્રાવેલ સેન્ટર યુકે, ટુર સેન્ટર, એફોર્ડેબલ લક્ઝરી ટ્રાવેલ, ટેપ્રોબેન ટ્રાવેલ અને એર ટ્રાવેલ ગાઈડનો સમાવેશ થાય છે. ગ્રૂપને બ્રિટિશ એરવેઝ, એમિરેટ્સ, ઈતિહાદ, ફિલિપાઈન એરલાઈન્સ, લુફથાન્સા, ક્વોન્ટાસ, એર ઇન્ડિયા, જેટ એરવેઝ, થાઈ પ્લસ સહિત વિશ્વની ઘણી અગ્રણી એરલાઈન્સ સાથે સુમેળભર્યા વ્યાવસાયિક સંબંધ છે.

મોરસેન્ડ ગ્રૂપના કોલ સેન્ટર ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં કાર્યરત છે. આ વર્ષે ક્રિસ્ટલ ટ્રાવેલની યોજના અમેરિકા, ફ્રાન્સ તેમજ સ્પેનમાં બ્રાન્ચ શરૂ કરવાની છે.

ગ્રૂપ દ્વારા થોડા સમય અગાઉ લંડનના વેસ્ટ એન્ડમાં શરૂ કરાયેલી ક્રિસ્ટલ કોર્પોરેટના અત્યારે સેંકડો સંતુષ્ટ કોર્પોરેટ ક્લાયન્ટ્સ ધરાવે છે.

વધુમાં, ૭,૦૦૦થી વધુ લોકો મોરસેન્ડ ગ્રૂપ મારફતે હજ અને ઉમરા ગયા હતા. ૨૦૧૭માં હજ એન્ડ ઉમરા મિનિસ્ટ્રી દ્વારા જે દસ કંપનીઓને સૌથી વધુ MoFA વિઝા ઈસ્યૂ કરાયા તેમાં મોરસેન્ડ ગ્રૂપ સૌથી વધુ વિઝા મેળવવામાં ચોથા ક્રમે હતું.

ઇકોનોમી, બિઝનેસ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસની એર ટિકીટ અને હોલી ડે માટે ખૂબ જ વ્યાજબી દરે સુંદર સેવા આપતા મેરસેન્ડ ગ્રૂપના વર્ષોથી સેવા આપતા સામ ટ્રાવેલ અને ક્રિસ્ટલ ટ્રાવેલનો આજે જ સંપર્ક કરો. વધુ માહિતી માટે જુઅો પાન ૧.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter