એક એસાઈન્મેન્ટ સબમિટ ન થયું... અને જિયોના બીજ રોપાયાઃ ઇશા અંબાણી

Friday 23rd October 2026 06:23 EDT
 
 

મુંબઇઃ જિયોની શરૂઆત કેવી રીતે થઈ તેની વાત કરતા જિયો પ્લેટફોર્મ્સનાં ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે ‘આ વાત 2009-2010ની આસપાસની છે. આકાશ અને હું અમેરિકામાં કોલેજમાં ભણતાં હતાં અને રજાઓ ગાળવા મુંબઈમાં ઘરે આવ્યાં હતાં. મારે એક અસાઇનમેન્ટ ઓનલાઇન સબમિટ કરવાનું હતું. મેં અસાઇનમેન્ટ સબમિટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે ઇન્ટરનેટ કામ કરતું નહોતું અને હું અસાઇનમેન્ટ સબમિટ કરી શકી નહીં. ત્યારબાદ એક ચર્ચા શરૂ થઈ કે ભારત શા માટે પાછળ રહે? પશ્ચિમી દેશોમાં અમને જે પ્રકારની કનેક્ટિવિટીનો અનુભવ મળતો હતો, તેવી જ કનેક્ટિવિટી ભારતમાં કેમ ઉપલબ્ધ નથી? આકાશને દૃઢ વિશ્વાસ હતો કે આ સમસ્યાનો જવાબ અને ઉકેલ એક ડિજિટલ ટેક્નોલોજી પ્લેટફોર્મ કંપનીની સ્થાપના કરવામાં છે. 2016માં જિયોની શરૂઆત થઈ. અને આજે, 2026માં, અમે અહીં છીએ.’

ઈશા અંબાણીએ શેરધારકોને કંપનીમાં રોકાણ કરવાની અને કંપનીના ગ્રોથ સાથે પોતાની સંપત્તિ વધારવાની તક મળે તે માટે શેરમાં રોકાણને વધુ સુલભ બનાવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, ‘મારા મતે, રિલાયન્સની કાર્યદૃષ્ટિનો એક ભાગ શેરધારકો માટે વેલ્યૂ ક્રિએટ કરવાનો છે. આ વિચાર અમને અમારા દાદાના સમયથી વારસામાં મળ્યો છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter