એપલના નવા સોફ્ટવેરથી ૩૨ લોકો એક સાથે વીડિયો કોલ કરી શકશે

Friday 08th June 2018 07:38 EDT
 
 

સાન જોસ (કેલિફોર્નિયા)ઃ વિવિધ ફીચર્સ, સિક્યુરિટી અને કેમેરાને લઇને સ્માર્ટ ફોન માર્કેટમાં સતત ચર્ચામાં રહેતો આઇફોન સમયાંતરે નવી અપડેટ્સ આપીને ટેક્નોલોજીની દુનિયામાં કંઇક નવું કરે છે. સાઇઝ, રિઝોલ્યુશન, લુક અને સ્પીડ જેવા ફંક્શનથી એપલ અન્ય ફોન કરતાં જુદો પડે છે. એપલની ચાર દિવસીય ઈવેન્ટ WWDC-2018 શરૂ થઇ ચૂકી છે. કેલિફોર્નિયામાં સેન જોસ વિસ્તારમાં મેકેનરી કન્વેનશન સેન્ટરમાં દુનિયાભરથી આવેલા આઇટી નિષ્ણાતોએ હાજરી આપી છે. ઈવેન્ટના પ્રથમ દિવસે એપલ કંપનીના સીઈઓ ટીમ કૂકે કી-નોટ સ્પીચ આપી હતી અને સૌને આવકાર્યા હતા. તેમણે કહ્યું કે, એપલની સાથે દુનિયાને બદલી રહ્યા છીએ. નવી ઓપરેટિંગ સિસ્ટમ ios૧૨, વોચ ios-૫ સિરીઝના નવા ફીચર્સ અને મેકબુકના અપડેટ લોન્ચ કરાયા છે.

એપલના સીઈઓ ટીમ કૂકની ૧૦ મિનિટની સ્પીચ બાદ એપલના વાઇસ પ્રેસિડેન્ટ ક્રેગ ફેડરિગીએ આઇઓએસ-૧૨ની સત્તાવાર જાહેરાત કરી હતી. આઇઓએસ-૧૨ એ તમામ ડિવાઇસ માટે છે જે આઇઓએસ ૧૧ને સપોર્ટ કરે છે. એટલે કે આઇઓએસ ૫-એસમાં પણ આઇઓએસ-૧૨ના બધા જ અપડેટ્સ મળી રહેશે.

એપલમાં નવું શું છે?

ઓપરેટિંગ સિસ્ટમ ૫ સાથે વોકી-ટોકી એપ્લિકેશન અને એપલ વોચ લોન્ચ કરાઇ છે. આકર્ષક ઈમોજી અને ૩૨ લોકો સાથે એક સાથે લાઈવ ગ્રૂપ ચેટનું ફેસ ટાઈમ ફીચર્સ પ્રથમ વખત લોન્ચ કરાયું છે.
આ ઉપરાંત નવા લોન્ચ થયેલા આઇઓએસ-૧૨માં આઇઓએસ-૧૧ની સરખામણીમાં બેગણી ઝડપથી કેમેરા, કીપેડ અને પ્રોસેસર કામ કરશે. આઇઓએસ-૧૧ની તુલનામાં નવો ફોન ખૂબ ફાસ્ટ રહેશે. ખાસ તો આઇઓએસ-૧૨માં એઆર ટેક્નોલોજી હશે. જે યૂઝર્સને વર્ચુઅલ વર્લ્ડમાં પણ વાસ્તવિકતાનો અનુભવ કરાવશે. આ માટે તેમાં યુએસડીઝેડ એપ્સ આપવામાં આવશે.
આઇઓએસ-૧૨માં નવું ફીચર્સ એપ મેઝર રહેશે, જેનાથી માત્ર ફોટો ક્લિક કરીને કોઇ પણ ઓબ્જેક્ટના માપ કે સાઇઝમાં તે ફોટાને સેટ કરી શકાશે. દા.ત. કોન્ટેક્ટ બુકમાં આઇકોન તરીકે ફોટો તથા ફૂલ વોલપેપર સાઇઝ ફોટો સેટ કરી શકાશે.
આ ઉપરાંત મેક ઓએસ ડાર્ક મોડ ફીચર્સ ઉમેરાયું છે. આ એક એપ્લિકેશન છે જેને સીધા જ અપડેટ ડાઉનલોડ કરતા આ ફીચર મળી રહેશે. જેમાં ઈમોજી, સ્ટિકર અને તૈયાર ટેક્સ્ટનો ઉપયોગ સરળતાથી કરી શકાશે.
એપલ વોચમાં પણ ઓપરેટિંગ સિસ્ટમ અને વોકી-ટોકી ફીચર્સ ઉમેરાયું છે. વોકી- ટોકી ફીચરની મદદથી યૂઝર વાઇ-ફાઇ કે ઈન્ટરનેટ ક્નેક્શનથી વાતચીત કરી શકે છે. આ સાથે સિરી વોચ ફીચર ઉમેરાયું છે, જે એપલ વોચમાં પણ રહેશે. યૂઝર થર્ડ પાટી એપ્સનો ઉપયોગ પણ એપલ વોચમાં કરી શકશે. વોચ ઓએસ-૫માં વેબકિટ આવશે જે એપલ વોચ પ્રમાણે વેબ કન્ટેનને કસ્ટમાઇઝ કરશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter