પેપર વર્કમાં મોડું થશે તો £૧૦૦નો દંડ

Wednesday 09th January 2019 02:40 EST
 
 

લંડનઃ KPMGએ તેના યુકેના સ્ટાફને ચેતવણી આપી હતી કે તેઓ મહત્ત્વનું પેપર વર્ક પૂરું કરીને પરત સોંપવામાં મોડું કરશે તો તેમને ૧૦૦ પાઉન્ડનો દંડ થશે. આ નીતિ અયોગ્ય રીતે કડક હોવાનું અનુભવતા કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી હતી.

સ્ટાફ તેની ટાઈમશીટ્સ – સોંપાયેલ ચોક્કસ કાર્ય પૂરું કરવામાં તે કેટલો સમય લે છે તેની ડીજીટલ લોગ - સુપરત કરવામાં વિલંબ કરશે તો બિગ ફોર એકાઉન્ટિંગ ગ્રૂપ તેને દંડ કરાશે. કર્મચારીના બોનસમાંથી આ રકમ કપાશે. તેનો અર્થ એવો થયો કે કંપનીના એકંદર બોનસ ભંડોળમાં વધુ રકમ ઉપલબ્ધ થશે અને તેનો લાભ સમયસર ટાઈમશીટ સોંપનાર કર્મચારીને થશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter