લંડનમાં ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપની (NIA)નો વાર્ષિક કાર્યક્રમ યોજાયો

Friday 03rd November 2017 06:25 EDT
 
 

લંડનઃ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપનીના એન્યુઅલ કોકટેલ એન્ડ રિસેપ્શન કાર્યક્રમનું તા.૨૬-૧૦-૧૭ ગુરુવારે લંડનની વોશિંગ્ટન મેફેર હોટલ ખાતે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ફાયનાન્સિયલ સેક્ટરના ડિરેક્ટરો, સિનિયર મેનેજરો અને અગ્રણી બ્રોકરો સહિત અતિથિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કંપનીની સ્થાપના સર દોરાબજી ટાટાએ ૧૯૧૯માં કરી હતી. આ કંપની સંપૂર્ણપણે સરકારી માલિકીની મલ્ટિનેશનલ જનરલ ઈન્સ્યોરન્સ કંપની છે અને તેનું મુખ્યમથક ભારતના મુંબઈ ખાતે છે. માર્ચ ૨૦૧૭માં તેનો વૈશ્વિક બિઝનેસ રૂ.૨૨૨૭૦ કરોડને વટાવી ગયો હતો. કંપનીની સ્થાપનાના એક જ વર્ષમાં એટલે કે ૧૯૨૦માં ન્યૂ ઈન્ડિયાએ યુકેના લંડનમાં તેની ઓફિસ શરૂ કરી હતી. અત્યારે કંપની તેની શાખાઓ, એજન્સી ઓપરેશન્સ, સબસિડિયરી કંપનીઓ, રિપ્રેઝન્ટેટિવ ઓફિસો અને એસોસિએટ્સ દ્વારા ૨૮ દેશોમાં કાર્યરત છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter