વાયમેન સોલિસિટર્સના ઉપક્રમે બ્રેક્ઝિટ-યુકેના અર્થતંત્ર વિશે ચર્ચા

Thursday 02nd May 2019 06:42 EDT
 
 (ડાબેથી) ઈઆન જોબસન, મેથ્યુ કેર, પંકજ પટેલ, જેન રોગન, માર્ટિન લેવી, માર્ક બેનેટ, નરેશ પટેલ, નિકેશ સવજાણી, ગુરનામ માન્ડેર, અનુપ વ્યાસ, હરિન્દર લામ્બા અને કિશોર પરમાર (ફોટો સૌજન્યઃ વિનીત જોહરી)
 

લંડનઃ લોઈડ્ઝ બેન્ક અને વાયમેન સોલિસિટર્સના ઉપક્રમે ૨૫ એપ્રિલ, ગુરુવારે હેરો, બ્લુ રુમ ખાતે બ્રેક્ઝિટ, યુકેના અર્થતંત્ર, ઈન્ટરેસ્ટ રેટ્સ તેમજ ભારતીય બજારમાં પ્રવેશવા માગતા નાના અને મધ્યમ બિઝનેસીસ (SMEs)ને ધ્યાનમાં લેવાની બાબતો સહિતના વિષયો પર મહત્ત્વપૂર્ણ ચર્ચાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાયમેન સોલિસિટર્સના હરિન્દર લામ્બાએ નાના અને મધ્યમ બિઝનેસીસ (SMEs) ભારતમાં કેવી રીતે બિઝનેસ જમાવી શકે તે વિશે ઊંડાણપૂર્વક અને વિચારશીલ સમજ આપી હતી. લોઈડ્ઝ બેન્કમાં ઈકોનોમિસ્ટ નિકેશ સવજાણીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં યુકેના આર્થિક વાતાવરણ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

વૈચારિક પ્રવચનો પછી આશરે ૧૩૦ મહેમાનોને વિવિધ મુદ્દાઓ પર પ્રશ્નો પૂછવાની તક સાંપડી હતી. વિવિધ અર્થલક્ષી મુદ્દાઓ પર ઊંડી સમજ પ્રાપ્ત કરવાની સાથોસાથ મહેમાનોએ બ્લુ રુમના ભોજન, ડ્રિન્ક્સ અને સરભરાને માણી હતી.

વધુ માહિતી માટે https://vyman.co.uk/


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter