સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં સૌથી મોંઘી પ્રોપર્ટીઓનું ૬૦ ટકા યોગદાન

Saturday 21st April 2018 07:19 EDT
 
 

લંડનઃ તાજેતરમાં લંડન સેન્ટ્રલ પોર્ટફોલિયો દ્વારા ૨૦૧૭ માટેની રેસિડેન્શિયલ સ્ટેમ્પ ડ્યૂટીની આવકનું વિસ્તૃત વિશ્લેષણ કરાયું હતું. તેમાં જણાયું હતું કે સ્ટેમ્પ ડ્યૂટીની કુલ આવકમાંથી ૬૦ ટકા આવક તો સૌથી મોંઘી ૧૦ ટકા પ્રોપર્ટીના વ્યવહારમાં થઈ હતી. સ્ટેમ્પ ડ્યૂટીમાં સૌથી વધુ ૩૯ ટકા યોગદાન ગ્રેટર લંડનનું હતું.

નાઈટ્સબ્રીજ એપાર્ટમેન્ટ્સમાં એક લીઝહોલ્ડ ફ્લેટ સૌથી મોંઘા ભાવે ૯૦ મિલિયન પાઉન્ડમાં વેચાયો હતો અને તેના વ્યવહારમાં સરકારી તિજોરીને ૧૦ મિલિયન પાઉન્ડની આવક થઈ હતી.માત્ર બે બરો રોયલ બરો ઓફ કેન્સિંગ્ટન એન્ડ ચેલ્સા અને સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરનું યોગદાન ૦.૬ બિલિયન પાઉન્ડ કરતાં વધુ હતું.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ખરીદદારો સરેરાશ ૭,૧૬૧ પાઉન્ડ બેઝિત રેટ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવે છે. લંડનના ખરીદદારો તેના કરતા ચાર ગણી એટલે કે ૨૭,૨૩૨ પાઉન્ડ ડ્યૂટી ચૂકવે છે. ૨૦૧૭માં સ્ટેમ્પ ડ્યૂટીની આવક ૧૩ બિલિયન થઈ હતી. એકંદરે જોતા ૨૦૧૬ની સરખામણીમાં ૨૦૧૭માં આવકમાં વિક્રમી ૯.૫ બિલિયન પાઉન્ડનો વધારો થયો હતો.

જોકે, આ વધારો મહદઅંશે બાયર ટુ લેટ પ્રોપર્ટી અને સેકન્ડ હોમ્સ પર અમલી બનાવાયેલી નવી ૩ ટકા એડિશનલ રેટ સ્ટેમ્પ ડ્યૂટીને લીંધે નોંધાયો હતો. સ્ટેમ્પ ડ્યૂટીની આ આવક કુલ આવકના પાંચમા ભાગ જેટલી છે.

એકંદરે ટેક્સ ટેકના ૪૩ ટકા એટલે કે ૪.૧ બિલિયન પાઉન્ડ બાય ટુ લેટ ઈન્વેસ્ટર્સ અને સેકન્ડ હોમ બાયર્સ પાસેથી વસૂલાયા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter