PayPalની આંતરરાષ્ટ્રીય નાણા ટ્રાન્સફર સેવા ‘Xoom’ લોન્ચ કરવામાં આવી

સેસિલ એ. સોન્સ Wednesday 24th July 2019 03:07 EDT
 
Xoom ના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર જુલિયન કિંગ (ડાબે) સાથે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર ઉસેન બોલ્ટ
 

લંડનઃ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ પ્રોવાઈડર પેપાલ હોલ્ડિંગ્સ દ્વારા યુકે અને અન્ય ૩૧ યુરોપિયન દેશોમાં તેની આંતરરાષ્ટ્રીય નાણા ટ્રાન્સફર સેવા ‘Xoom’ લોન્ચ કરવામાં આવી છે. લોકો હવે૧૩૦થી વધુ દેશમાં બિલ્સના પેમેન્ટ કે ફોન્સના ટોપ અપ માટે ‘Xoom’નો ઉપયોગ કરી શકશે. કંપનીના પ્રવક્તાએ Xoom ના યુરોપમાં લોન્ચિંગને નાણાની હેરફેર અને સંચાલનને વધુ સરળ, સલામત અને પોસાય તેવા બનાવવામાં પેપાલના પ્રયાસોનું વધુ એક ઉદાહરણ ગણાવ્યું હતું.

વિશ્વ બેન્કના આંકડા અનુસાર ગ્લોબલ રેમિટન્સ માર્કેટ ૬૮૯ બિલિયન ડોલરનો ઉદ્યોગ છે જેમાં, બ્રિટિશરો આશરે વાર્ષિક ૨૬ બિલિયન ડોલરથી વધુ રકમ દેશમાં મોકલે છે. ઓફિસ ઓફ ધ નેશનલ સ્ટેટેસ્ટિક્સના અંદાજ અનુસાર યુનાઈટેડ કિંગ્ડમની બહાર જન્મ્યા હોય તેવા ૯.૩ મિલિયન લોકો યુકેમાં રહે છે. વિશ્વ બેન્કના તાજા આંકડા મુજબ યુકેમાંથી અન્યત્ર મોકલાતા નાણામાંથી લગભગ ૪૫ ટકા નાણા તો નાઈજિરિયા, ભારત, પાકિસ્તાન, ચીન અને ફિલિપ્પાઈન્સમાં મોકલાય છે.

ભારતમાં જે પરિવારો પંજાબ નેશનલ બેન્ક (PNB) સાથે ખાતાં ધરાવતા હોય તેઓ Xoomના ઉપયોગથી યુકેમાંથી નાણા ટ્રાન્સફર કરવામાં આવે તે જ મિનિટથી ડિપોઝિટમાંથી ફાયદો મેળવે છે. ICICI બેન્ક, HDFC બેન્ક, એક્સીસ બેન્ક, યસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને કોટક મહિન્દ્રા સાથેના મોટા ભાગના બેન્ક એકાઉન્ટ્સમાં બે લાખ રુપિયાથી ઓછી રકમ હોય તો Xoomના ઉપયોગથી ગણતરીની મિનિટોમાં નાણા ડિપોઝિટ થઈ જાય છે. ભારતીય બેન્કોના કામકાજના સમયમાં બે લાખ રુપિયાથી વધુ રકમ મોકલાય તો બે કલાકની અંદર નાણા મળી જાય છે. પરિવારો ભારતમાં ૧૦૦,૦૦૦થી વધુ સ્થળોએ તેમના Xoom ટ્રાન્ઝેક્શનની રકમોની રોકડ ગણતરીની મિનિટોમાં મેળવી શકે છે. હવે તમે Xoom મારફત મોબાઈલ રીલોડ્સ પણ ભારત મોકલી શકો છો. અત્યાર સુધી Xoom સેવા યુએસએ અને કેનેડામાં જ મળી શકતી હતી પરંતુ, હવે આફ્રિકા ખંડના ૩૪ દેશોમાં મળી શકે છે.

લોન્ચિંગ પ્રસંગે Xoom ના વાઈસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર જુલિયન કિંગે જણાવ્યું હતું કે,‘આ નાણા ટ્રાન્સફર કરવાની બાબત લાખો લોકોના જીવનમાં કેટલી મહત્ત્વપૂર્ણ છે, તેમજ નાણા ઝડપથી અને સલામતપણે મળે, જેથી તેનો ઉપયોગ કરી શકાય તે કેટલું મહત્ત્વનું છે તે અમે જાણીએ છીએ. Xoom ની મદદથી લંડનની બસમાં સ્માર્ટફોન ધરાવતી વ્યક્તિ નાણા મોકલી શકે છે, જે મિનિટોમાં મુંબઈ અથવા હૈદરાબાદમાં મેળવી શકાય છે.’

સરહદ પાર નાણા ડિજિટલ ટ્રાન્સફર કરવાના ક્ષેત્રે પ્રણેતા અને માર્કેટમાં અગ્રેસર PayPal હાલ ૨૭૭ મિલિયન સક્રિય એકાઉન્ટ હોલ્ડર ધરાવે છે, જેઓ મોબાઈલ સાધન, એપ અથવા વ્યક્તિગત સંપર્ક સાધી ઓનલાઈન વ્યવહાર કરે છે. વિશ્વના ૨૦૦થી વધુ માર્કેટ્સમાં પ્રાપ્ય બ્રેઈનટ્રી, વેન્મો, ઝૂમ અને આઈઝેટલ સહિત PayPal પ્લેટફોર્મ ગ્રાહકો અને વેપારીઓને ૧૦૦થી વધુ કરન્સીમાં નાણા મેળવવા, ૫૬ કરન્સીમાં નાણા ઉપાડવા તેમજ ૨૫ કરન્સીમાં તેમના PayPal એકાઉન્ટમાં જમા રકમો રાખવાની સુવિધા આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter