અમેરિકન ઇતિહાસના સૌથી ખૂંખાર સિરિયલ કિલરે ૯૩ હત્યા કબૂલી

Wednesday 09th October 2019 08:32 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ૭૯ વર્ષીય સિરિયલ કિલરે ૫૦થી પણ વધારે લોકોની હત્યા કરી છે. સેમ્યુલ લિટિલ નામના આ આરોપીએ ૯૩ હત્યા કરી હોવાનું કબૂલ્યું છે અને મૃતકોમાં મોટાભાગની મહિલાઓ હતી. તેણે આ તમામ હત્યાઓ ૧૯૭૦થી ૨૦૦૫ દરમિયાન કરી હતી. અમેરિકાની તપાસ એજન્સીએ ૭૯ વર્ષના સિરિયલ કિલરે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૫૦ લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો છે. સેમ્યુલને અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો સિરિયલ કિલર ગણવામાં આવ્યો છે અને સંઘીય તપાસ બ્યુરો (એફબીઆઈ)ના કહેવા પ્રમાણે તેણે ૯૩ લોકોની હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. હાલમાં તપાસ કરનારાઓ હત્યા સાથે સંકળાયેલા પુરાવાઓના આધારે માત્ર ૫૦ હત્યાની પૃષ્ટિ થઈ શકી છે, પરંતુ તેમણે લિટિલે જેટલી હત્યા કબૂલી તે આંકડા અંગે વિશ્વાસ દર્શાવ્યો હતો. એફબીઆઈ દ્વારા એક વેબસાઈટ પણ બનાવાઈ છે. તેમાં અજ્ઞાત હત્યાઓના વીડિયોટેપેડ બતાવતા સ્કેચિસ દર્શાવાયા છે અને તે સ્કેચિસ લિટિલ દ્વારા જ બનાવાયા છે. લિટિલે જેટલા લોકોની હત્યાનો દાવો કર્યો છે તેમના સ્કેચિસને વીડિયોટેપેડમાં દર્શાવવામાં આવ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter