અમેરિકન ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત

Wednesday 30th January 2019 06:58 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં આખરે ૩૫ દિવસનાં અત્યાર સુધીનાં સૌથી લાંબામાં લાંબા શટડાઉનનો અંત આવ્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર ચારે બાજુથી દબાણ થતાં તેમણે લોકોની માગ સામે નમતું જોખવું પડયું છે. ટ્રમ્પે સરકારી ખાતાઓ રિઓપન કરતા અને આંશિક શટડાઉનનો અંત લાવતા બિલ પર સહી કરી હતી. મેકિસકો વોલ માટે ટ્રમ્પે અમેરિકી કોંગ્રેસ સમક્ષ ૫.૭૦ અબજ ડોલરનાં ફંડની માગ કરી હતી જેનો ઈનકાર કરાતા ૨૨મી ડિસેમ્બરે ટ્રમ્પે સરકારી ખાતાઓ બંધ કરતા આંશિક શટડાઉનની જાહેરાત કરી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter