અમેરિકાઃ મિસિસિપીમાં મે ડેની ઉજવણીમાં ગોળીબારઃ એકનું મૃત્યુ

Friday 06th May 2022 08:49 EDT
 
 

વોશિંગ્ટન: મિસિસિપી શહેરના એક ફૂડ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર થતાં સ્થળ પર જ એક જ વ્યક્તિનું અવસાન થયું હતું. ગોળીબારમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉત્સવ 27 એપ્રિલથી 1 મે સુધી ચાલવાનો હતો. મિસિસિપી પોલીસે ઘટાસ્થળે પહોંચીને બે લોકોની ધરપકડ કરી લીધી હતી. તેમની પૂછપરછ ચાલી રહી છે.
તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે લોકો મે દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં કેટલા અપરાધી સામેલ હતા તેની તપાસ થઈ રહી છે. પોલીસ ઠેર ઠેર દરોડા પાડીને તપાસ કરી રહી છે. પોલીસ ઠેર ઠેર દરોડા પાડીને તપાસ કરી રહી હતી.
પોલીસનું માનવું છે કે મોટી સંખ્યામાં અપરાધીઓ આવ્યા હતા અને ગોળીબાર કરીને આસપાસના વિસ્તારમાં છુપાઈ ગયા હતા. ગોળીબાર પરસ્પર શત્રુતાને કારણે થયો હતો કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે. મિસિસિપીમાં દર વર્ષે મે દિવસની ઉજવણી થાય છે. આ વર્ષે ફૂડ મેકિંગ થીમ પર ઉજવણી થઈ રહી હતી. ગોળીબાર થયા પછી લોકોને વિસ્તાર ખાલી કરી દેવા જણાવવામાં આવ્યું હતું. લોકોને પોતાના ઘરે જવા કહેવામાં આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter