અમેરિકામાં એચવન બી વિઝાધારકોના જીવનસાથી નોકરી કરી શકશેઃ કોર્ટ

Thursday 14th November 2019 07:21 EST
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં રહેતા હજારો ભારતીયને મળેલી હંગામી રાહતમાં, અમેરિકાની એક અદાલતે હાલમાં ઓબામા વહીવટી તંત્ર દરમિયાન એચવન-બી વિઝાધારકોને કામ કરવાના નિયમને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. એચવન-બી એ નોન ઇમિગ્રેન્ટ વિઝા છે જેની હેઠળ કોઇ પણ કંપની ખાસ વ્યાવસાયી નિષ્ણાતને પોતાને ત્યાં નોકરી રાખી શકે છે. ટ્રમ્પના પુરોગામી પ્રમુખ બરાક ઓબોમા દ્વારા જારી કરાયેલા વર્ષ ૨૦૧૫ના નિયમ અનુસાર જેમના જીવનસાથી એચવન-બી વર્ક વિઝાધારકો હોય તેમજ અમેરિકામાં નોકરી કરવા ગ્રીન કોર્ડ મેળવવાની રાહ જોતા હોય છે એને એચ-ફોર વિઝાધારકોને કોઇ ચોક્કસ કેટેગરી માટે વર્ક પરમિટ મળી શકે છે.

ભારતીય અને તેમાં પણ ખાસ તો મહિલાઓ આ નિયમના સૌથી મોટા લાભાર્થી હતાં જેને અનેક અમેરિકન કામદારોએ પડકાર્યો હતો અને ખુદ ટ્રમ્પ વહીવટી તંત્રને પણ તેમના સમર્થન આપ્યું હતું તેઓ આ નિયમને રદ કરવા ઇચ્છે છે. કોલંબિયા સર્કિટની કોર્ટ ઓફ અપીલ્સની જિલ્લા અદાલતના ત્રણ જજોની બેન્ચે આ કેસને નીચલી કોર્ટને પાછું મોકલ્યું હતું અને તેમાં નોંધ કરી હતી તે ડિસ્ટ્રકિટ કોર્ટ માટે પ્રથમ વાર આ કેસનો ગહન અભ્યાસ કરી મેરિટના આધારે તે અંગે કોઇ નિર્ણય કરવાની તક છે.

સેવ જોબ્સ યુએસએ દ્વારા કરાયેલા કેસના ઓર્ડરમાં ફેટરલ કોર્ટે કહ્યું હતું કે અમે ડિસ્ટ્રકિટ કોર્ટના ગ્રાન્ટ ઓફ સમરી ચુકાદાને અનામત રાખીએ છીએ અને અમારા અભિપ્રાયને અનુરૂપ આગળની કાર્યવાહી કરવા મોકલીએ છીએ. સેવ જોબ્સ યુએસ, એચ-ફોર વિઝાધારકોને કામ કરવાની મંજૂરી આપતા ઓબામા વહીવટી તંત્રની પોલીસના કારણે જેમને નોકરી ગુમાવવી પડી હતી તેવા અમેરિક કામદારોનું સંગઠન છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter