અમેરિકામાં ભારતીય સંસ્કૃતિઃ સંયુક્ત પરિવાર ચાર ગણા વધ્યા

Wednesday 04th May 2022 08:47 EDT
 
 

વોશિંગ્ટનઃ આશરે બે દાયકા પહેલા અમેરિકી સમાજશાસ્ત્રી વર્ન બેંગ્ટસને તેમના સંબોધનમાં સંભાવના વ્યક્ત કરી હતી કે 21મી સદીમાં અમેરિકામાં સંયુક્ત પરિવારોનો કુટુંબ મજબૂત હશે. તેમણે દાયકા સુધી કેલિફોર્નિયાના 300 પરિવારોની પેઢીઓના અભ્યાસના આધારે આ અનુમાન વ્યક્ત કર્યું હતું. જોકે તે સમયે એકલ પરિવાર મોડેલને જ આદર્શ માનનારા અમેરિકા માટે આ અનુમાન ચોંકાવનારું હતું. જોકે હવે તેમની એ વાત સત્ય સાબિત થઈ રહી છે.
પ્યૂ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટે પણ તેના પર મંજૂરીની મહોર મારી છે. રિપોર્ટમાં દાવો કરાયો હતો કે ગત 5 દાયકામાં અમેરિકામાં સંયુક્ત પરિવારોનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. તેમને મલ્ટી-જનરેશનલ ફેમિલી કહેવાય છે જેમાં એક જ છતની નીચે અનેક પેઢીઓ સાથે રહેતી હોય. 1971 બાદ આવા પરિવાર ચાર ગણા વધી ગયા. માર્ચ 2021 સુધી અમેરિકામાં 6 કરોડથી વધુ એવા પરિવાર થઈ ગયા હતા. પ્યૂ અનુસાર એશિયાઈ ખાસ કરીને ભારતીય, અશ્વેતો અને લેટિન અમેરિકીઓની આ પરિવાર વ્યવસ્થા હવે શ્વેત અમેરિકીઓમાં પણ ઝડપથી વધી રહી છે. રિસર્ચ ટીમે અનેક પેઢીઓ અને પરિજનોને સાથે રહેવા વિશે પૂછ્યું તો 57 ટકાએ તેમના અનુભવ સકારાત્મક જણાવ્યા. આદર્શ અમેરિકી એકલ પરિવારો વિશે ઈતિહાસકાર સ્ટેફની કોંટ્જે લખ્યું છે કે પરિવાર એટલે કે કમાણી કરીને લાવનાર એક પિતા... દેખરેખ કરનારી માતા. જે પરિવાર જેવા મહત્તવપૂર્ણ હિસ્સાથી જીવનભર અલગ જ રહ્યા અને બાળકોની દેખરેખ માટે સંબંધીઓ અને મિત્રો પર જ નિર્ભર રહ્યા.
તો મહિલા વર્કફોસમાં વધારો થાય
2015માં ધ ન્યૂયોર્ક ટાઈમ્સના એક સ્ટડીમાં જાણ થઈ હતી કે સરેરાશ અમેરિકી પોતાના માતા-પિતાથી 28-30 કિ.મી.ના અંતરે રહે છે. પરિણામમાં જણાવાયું હતું કે પરિવાર સાથે ઘર શેર કરવું જરૂરી નથી. તમે નજીક રહીને પણ પરિજનોની મદદ લઈ શકો છો.
સ્ટડીમાં અર્થશાસ્ત્રી જેનિસ ક્રોમ્પટન અને રોબર્ટ પોલાકના એક રિસર્ચ પેપરનો હવાલો પણ અપાયો હતો જેમાં જણાવાયું હતું કે જો લગ્ન બાદ છોકરો કે છોકરી માતા સાથે રહે તો વિવાહિત મહિલાઓની વર્કફોર્સમાં ૧૦ ટકાનો વધારો જોવા મળે છે.
સમય સાથે અભિગમમાં બદલાવ
પ્યૂના રિસર્ચ મુજબ આશરે ૧૩૦ વર્ષ પછી ૨૦૧૪માં ૧૮-૩૪ વર્ષના યુવાઓની માતા-પિતા સાથે રહેવાની સંભાવના વધુ મજબૂત થઈ કેમ કે તે જીવનસાથી કે પાર્ટનર સાથે પોતાના ઘરમાં રહેતા હતા. ૨૦૨૧માં આ ટ્રેન્ડ દમદાર દેખાયો. અમેરિકી સમાજશાસ્ત્રીઓ પણ એ વાતને માનવા લાગ્યા છે કે અનેક પેઢીઓવાળી પરિવાર પ્રણાલી એટલે કે હોરિઝોન્ટલ સ્ટ્રક્ચર બહેતર છે. ઈશ્વરે દુનિયાભરની માતાઓને વિશેષ સાહસ અને દરેક સ્થિતિમાં ઢળવાની ગજબ ક્ષમતા આપી છે.
અબીગેલ ટકર લખે છે કે જો પ્રસુતિ બાદ મહિલાઓને તેમના પરિજનોનો સાથ મળે છે તો તેમના ડિપ્રેશનમાં સરી જવાની આશંકા નહિંવત પ્રમાણમાં રહે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter