અમેરિકી પેટન્ટના ટોપ ૧૦૦માં એક પણ ભારતીય કંપની નહીં, ચીન ઊભરતો સિતારો

Thursday 16th January 2020 07:23 EST
 

નવી દિલ્હીઃ રિસર્ચ, ઇનોવેશન અને વિકાસને મોરચે ભારતનો રેકર્ડ ખૂબ દયનીય છે. અમેરિકા દ્વારા વર્ષ ૨૦૧૯ દરમિયાન આપવામાં આવેલી પેટન્ટ મેળવી ચૂકેલી ટોચની ૧૦૦ કંપનીમાં ભારતની એક પણ કંપની નથી. તે યાદીમાં અમેરિકા અને જાપાનનો દબદબો છે, તો ચીન હજી ઊભરતો સિતારો છે. વિટંબણા એ છે કે ટોપ ૧૦૦ કંપનીઓની યાદીમાં એકેય ભારતીય કંપની નથી, પરંતુ પેટન્ટ પ્રાપ્ત કરનારી મોટાભાગની ટોચની કંપનીના મહત્ત્વના પદ ભારતીય સંભાળી રહ્યા છે. દાખલા તરીકે આઇબીએમમાં કામ કરનારા ભારતીય સંશોધકોએ અંદાજે ૯૦૦ પેટન્ટ પ્રાપ્ત કરેલી છે. આઇબીએમ વીતેલા ૨૭ વર્ષથી આ યાદીમાં ટોચનું સ્થાન સંભાળી રહી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter