એપલના ચીફ ડિઝાઈનરે રાજીનામું આપ્યુંઃ કંપનીને ૯ અબજ ડોલરનો ફટકો

Thursday 04th July 2019 04:46 EDT
 

ન્યૂ યોર્ક: આઈફોન અને આઈપેડની ડિઝાઈન તૈયાર કરનાર એપલ કંપનીના મુખ્ય ડિઝાઈનર જોનાથન ઈવે રાજીનામું આપી દીધું છે. જોનાથનના રાજીનામાના કારણે એપલને આશરે ૯ અબજ ડોલરના ફટકાનો અંદાજ છે. એપલ કંપનીના શેરોમાં ભારે કડાકો બોલી ગયો હતો. ૨૯મીએ એક જ દિવસમાં માર્કેટ વેલ્યુ ૯ અરબ ડોલરથી ઓછી થઈ ગઈ હતી. 

નોંધનીય છે કે એપલના ફાઉન્ડર અને પૂર્વ સીઈઓ સ્વ. સ્ટિવ જોબ્સે પોતાની લથડતી તબિયતના કારણે વર્ષ ૨૦૧૧માં રાજીનામાની જાહેરાત કરી ત્યારે કંપનીની માર્કેટ વેલ્યુ ૧૦ અરબ ડોલર ઘટી ગઈ હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter