ઓસ્કર વિજેતા હોલિવૂડ ફિલ્મ નિર્માતા હાર્વે વાઈનસ્ટાઈન પર રેપનો આરોપ

Thursday 12th October 2017 08:42 EDT
 
 

લોસ એન્જેલસઃ હોલિવૂડના ફિલ્મ પ્રોડયુસર હાર્વે વાઈનસ્ટાઈન પર હવે બળાત્કારનો આરોપ મુકાયો છે. હાર્વે પર થોડા દિવસ પહેલા જ બે મહિલાઓએ શારીરિક છેડતીની ફરિયાદ કરી હતી. એ પછી અન્જેલીના જોલી અને ગ્વીન્થ પેલ્ટ્રો જેવી હિરોઈનોએ પણ હાર્વેની વર્તણૂક અને ચાલ-ચલગતની ટીકા કરી હતી. દરમિયાન હવે ઈટાલિયન હિરોઈન અસિઆ અર્જેન્ટો અને બીજી બે યુવતીઓએ વાઈનસ્ટાઈન પર બળાત્કારનો આરોપ મૂક્યો છે. વાઈનસ્ટાઈન ફિલ્મ પ્રોડયુસર છે અને ‘ધ વાઈનસ્ટાઈન કંપની’ અને ‘મિરમેક્સ ફિલ્મ્સ’ જેવી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓના સ્થાપક છે. પ્રોડયુસર તરીકે વાઈનસ્ટાઈન ‘ધ પલ્પ ફિક્શન’, ‘શેક્સપિયર ઈન લવ’, ‘કર્લ્ક્સ’ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂક્યા છે. શેક્સપિયર ઈન લવ માટે તેમને ઓસ્કર એવોર્ડ પણ મળ્યો હતો. તેમની એક ફિલ્મનું નામ ‘સેક્સ, લાઈસ એન્ડ વીડિયોટેપ’ છે. હવે તેના વાસ્તવિક જીવનમાં જ સેક્સ અને લાઈઝ જેવો પ્રસંગ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter