કોમેડિયન બોબ સેગેટનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ

Thursday 13th January 2022 06:27 EST
 
 

ફ્લોરિડાઃ અમેરિકાના વિખ્યાત કોમેડિયન બોબ સેગેટનું સોમવારે શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. સ્ટેન્ડઅપ કોમેડિયન, એક્ટર અને ટેલિવિઝન હોસ્ટ બોબ સેગેટ અમેરિકન ટીવી શો ‘ફુલ હાઉસ’થી જાણીતા બન્યા હતા. લોકપ્રિય ટેલિવિઝન શો ‘અમેરિકાસ ફનિએસ્ટ હોમ વીડિયો’ના પણ તેઓ હોસ્ટ રહી ચૂક્યા છે.ફ્લોરિડાની એક હોટલમાંથી તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter