કોલસેન્ટર ફ્રોડ માટે ટેક્સાસમાં ભારતીયને પાંચ વર્ષની કેદ

Friday 18th November 2022 07:10 EST
 
 

ન્યૂયોર્કઃ ભારતમાં આવેલા કોલ સેન્ટરોની મદદથી ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના આરોપસર ટેક્સાસની અદાલતે 38 વર્ષીય ભારતીય નાગરિક વસીમ મકનોજિયાને દોષી ઠરાવી પાંચ વર્ષની કેદ ફટકારી છે. મકનોજિયા હ્યુસ્ટનમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યો હતો. તેણે સપ્ટેમ્બર 2021માં પોતાનો અપરાધ કબૂલી લીધો હતો. 8મી નવેમ્બરે યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લિન એન હ્યુજિસે મકનોજિયાને 60 મહિનાની કેદની સજા ફટકારી હતી. મકનોજિયા અમેરિકી નાગરિકત્વ ધરાવતો ન હોવાથી સજા પૂરી થયા બાદ તેની દેશનિકાલની પ્રક્રિયાનો પ્રારંભ કરાશે. મકનોજિયાએ ભારતમાં ચાલતા કોલ સેન્ટરોની મદદથી ટેલિમાર્કેટિંગ સ્કીમ દ્વારા અમેરિકામાં ઘણા લોકોને ચૂનો લગાવ્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter