જૂના આઇફોન સ્લો કરવાના કેસમાં એપલ કુલ રૂ. ૩૬૦૦ કરોડ ચૂકવશે

Thursday 05th March 2020 04:45 EST
 

સાન ફ્રાન્સિસ્કોઃ એપલ કંપની જૂના આઈફોનને જાણી જોઈને સ્લો કરી રહ્યા હોવાના કેસમાં કંપની સમાધાન માટે યુઝરને ૫૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૩૬૦૦ કરોડ ચૂકવશે. સેનજોન્સની જિલ્લા અદાલતમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાંથી આ જાણકારી મળી છે. અહેવાલ પ્રમાણે અમેરિકાના તમામ પ્રભાવતિ યુઝરને ૨૫.૨૫ ડોલર અપાશે. જોકે દાવાની સંખ્યા અને કોર્ટમાંથી મંજૂર થયેલા કાયદાકીય ખર્ચના નાણાંના આધારે યુઝર્સને મળનારી રકમમાં ફેરફાર થઈ શકે છે. અદાલત ૩ એપ્રિલે સમાધાન માટે મંજૂરી આપી શકે છે.

અમેરિકાના ગ્રાહકોએ ૨૧મી ડિસેમ્બર ૨૦૧૭ પહેલાં આઈફોન ૬, ૬ પ્લસ, ૬ એસ, ૬ એસ પ્લસ, આઇફોન ૭, ૭ પ્લસ કે એસઇ ખરીદ્યો હોય અને ફોન સ્લો થવાની પરેશાની ભોગવતા હોય એવા કેસમાં દાવો કરાયો છે. એપલના ઘણા યુઝર્સે અને ટેક એનાલિસ્ટે ડિસેમ્બરે ૨૦૧૭માં ફરિયાદ કરી હતી કે સોફ્ટવેર અપડેટ કર્યા બાદ તેમના આઇફોન સ્લો થઈ ગયા છે. તેમનું કહેવું હતું કે, એપલે જાણી જોઈને એમ કહ્યું હતું કે જેથી લોકો લેટેસ્ટ આઇ ફોન ખરીદવા મજબૂર બને.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter