જેકલિન કેનેડીથી મિશેલ ઓબામા... ૬ ફર્સ્ટ લેડીના ભારત પ્રવાસ

Friday 28th February 2020 02:49 EST
 
 

• જેકલિન કેનેડીઃ અમેરિકાના ૩૫મા પ્રમુખ જ્હોન એફ. કેનેડીનાં પત્ની જેકલિન ૧૯૬૨માં ભારત આવ્યા હતા અને નવ દિવસ રોકાયા હતા. જેકલિન કેનેડીનું સ્વાગત જવાહરલાલ નેહરુએ કર્યું હતું.
• પેટ નિકસનઃ અમેરિકાના ૩૭મા પ્રમુખ રિચાર્ડ નિક્સનનાં પત્ની પેટ નિકસન ૧૯૬૯માં ભારત આવ્યા હતા. તેઓ સૌથી ઓછો સમય ભારતમાં રહ્યા હતા. તે વખતે ભારતમાં તણાવપૂર્વ સ્થિતિ હતી.
• રોઝાલિન કાર્ટરઃ ૧૯૭૮માં પ્રમુખ જિમી કાર્ટર સાથે તેમના પત્ની રોઝાલિન કાર્ટર પણ આવ્યા હતા. મોરારજી દેસાઈ તે વખતે વડા પ્રધાન પદે હતા. રોઝાલિનને ભારતની સંસ્કૃતિ જાણવામાં રસ હતો.
• હિલેરી ક્લિન્ટનઃ ૧૯૯૫માં હિલેરી બિલ ક્લિન્ટન દક્ષિણ પૂર્વ એશિયાના ૧૨ દિવસનાં પ્રવાસ દરમિયાન ૩ દિવસ ભારત રોકાયા હતા. ૧૯૯૭માં ફરી કોલકાતામાં મધર ટેરેસાનાં અંતિમ સંસ્કાર વખતે આવ્યા હતા.
• લૌરા બુશઃ અમેરિકાના ૪૩મા પ્રમુખ જ્યોર્જ બુશ તેમના પત્ની લૌરા બુશ સાથે ૨૦૦૬માં ભારત આવ્યા હતા. અને ૬૦ કલાક રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
• મિશેલ ઓબામાઃ પ્રમુખ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામા ૨૦૧૦ અને ૨૦૧૫માં એમ બે વખત ભારત આવ્યા હતા. મુંબઈની મુલાકાત વખતે એક સ્કુલમાં વિદ્યાર્થીઓને મળ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter