દત્તક લીધેલી ૩ વર્ષની દીકરીની હત્યામાં ભારતીય અમેરિકનને જન્મટીપ

Friday 28th June 2019 07:37 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ભારતવંશી વેસ્લે મેથ્યુઝને દત્તક લીધેલી ૩ વર્ષની દીકરીની હત્યા મામલે ડલાસ કોર્ટે જન્મટીપની સજા કરી છે. તેને ૩૦ વર્ષ સુધી સજા કાપ્યા પછી જ પેરોલ મળી શકશે. ટેક્સાસમાં કોર્ટે મેથ્યુઝને ૨૪મીએ દોષિત ઠેરવ્યો હતો. કેરળ નિવાસી મેથ્યુઝ અને તેની પત્ની સીનીએ ૨૦૧૬માં શેરિનને બિહારના મધર ટેરેસા અનાથ આશ્રમમાં દતક લીધી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter