પ્રથમ પાંચ દિવસમાં જ અમેરિકામાં એચ-૧બી વિઝાનું ભરણું છલકાયું

Wednesday 10th April 2019 08:58 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકના સિટીઝન અને ઇમિગ્રેશન ર્સિવસિઝ વિભાગે જણાવ્યું છે કે, અમેરિકી કોંગ્રેસ દ્વારા અપાયેલી પરવાનગી અનુસાર એચ-વનબી વિઝા માટે વર્ષ ૨૦૨૦ માટેની ૬૫,૦૦૦ અરજીઓ અમને છઠ્ઠી એપ્રિલ સુધીમાં મળી ગઈ છે. આમ વિદેશી નાગરિકો માટે અમેરિકામાં કામ કરવા માટે સૌથી મોટી માગ ધરાવતા એચ-વનબી વિઝાનું ભરણું છલકાઈ ગયું છે. એચ-વનબી નોન ઇમિગ્રન્ટ વિઝા છે જેના દ્વારા અમેરિકી કંપનીઓ વિદેશી કામદારોને પોતાને ત્યાં નોકરી પર રાખી શકે છે. 


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter