ફોર્બ્સના અંડર ૩૦ એશિયા સુપર એચિવર્સ લિસ્ટમાં ૫૩ ઇન્ડિયન

Thursday 20th April 2017 03:06 EDT
 
 

ન્યૂ યોર્કઃ ફોર્બ્સ દ્વારા વર્ષ ૨૦૧૭ માટેની એશિયાના ૩૦ વર્ષથી નાની વયના સુપર એચિવર્સની યાદી જાહેર થઈ છે. તેમાં ભારતના ૫૩ એચિવર્સનો સમાવેશ થાય છે. યાદીમાં અભિનેત્રી આલિયા ભટ્ટ, જિમનાસ્ટ દીપા કર્માકર અને ઓલિમ્પિકમાં કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરનાર સાક્ષી મલિકનો સમાવેશ થાય છે. એચિવર્સની ભારતની યાદીમાં દીપા કર્માકર (ઉ. વ. ૨૩) મોખરે છે. ફોર્બ્સ દ્વારા અંડર ૩૦ એશિયા યાદી બીજીવાર જાહેર થઈ છે અને તેમાં ચીનનાં ૭૬ લોકોનો સમાવેશ થાય છે. ૫૩ એચિવર્સ સાથે ભારત બીજા ક્રમે છે. ફોર્બ્સ ૧૦ કેટેગરીમાં ૩૦-૩૦ એચિવર્સની યાદી તૈયાર કરી છે. અર્થાત્ મનોરંજન, ફાઇનાન્સ, વેચનર કેપિટલ, સામાજિક સાહસિકતા, ટેકનોલોજી સહિતનાં ૧૦ ક્ષેત્રો માટે એશિયામાંથી ૩૦૦ એચિવર્સની પસંદગી કરવામાં આવી છે. ફોર્બ્સે આ વર્ષના જાન્યુઆરીમાં વિશ્વનાં પરિવર્તન લાવનારા અંડર ૩૦ની યાદીરૂપે ૬૦૦ એચિવર્સની યાદી જાહેર કરી હતી. તેમાં ૩૦ ભારતીયનો સમાવેશ થયો હતો.

ભારતીય એચિવર્સ

એચિવર્સની ભારતની યાદીમાં દીપા કર્માકર ટોચે છે. તે પછીના ક્રમે મહિલા રેસલર સાક્ષી મલિક (૨૪)નો સમાવેશ થાય છે. રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં તે બ્રોન્ઝ મેડલ જીતી હતી. મેન્યુફેકચરિંગ એન્ડ એનર્જી કેટેગરીમાં શ્રીકાન્ત બોલા (૨૫) પર પસંદ થયા છે. તેઓ બોલાન્ટ ઇંડસ્ટ્રીઝના સ્થાપક છે. મનોરંજન ક્ષેત્રે અભિનેત્રી આલિયા ભટ્ટ (૨૫) પસંદગી પામી છે. એ પછી સ્વિમિંગ કોચ શરથ ગાયકવાડ (૨૫) શીસેચ એન્જીઓના સ્થાપક ત્રિશા શેટ્ટી (૨૮) ફિડીંગ ઇન્ડિયા નામે એપ તૈયાર કરનારા અંકિત ક્વાત્રા (૨૫) સંજય (૧૫) અને શ્રવણ (૧૭) કુમારન નામના બે એપ ડેવલપરનો સમાવેશ થાય છે. મસાબા ગુપ્તા (૨૮) ફેશન ડિઝાઇનર પણ યાદીમાં છે.


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter