અમેરિકાના ટેક્સાસમાં દર વર્ષે યોજાતી બેટલ ઓફ ફ્લાવર્સ એક ઐતિહાસિક પરેડ છે. આ પરંપરાની શરૂઆત 1891 ટેક્સાસના સ્વતંત્રતા સંગ્રામના સન્માનમાં થઈ હતી. આ પરેડ દ્વારા ટેક્સાસની સાંસ્કૃતિક વિરાસતને દર્શાવવામાં આવે છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે માત્ર મહિલાઓ જ તેમાં ભાગ લે છે. આ પરેડમાં મહિલાઓ ફૂલોથી શણગારેલા વસ્ત્રો પહેરે છે. અને પરેડ દરમિયાન એકબીજા પર ફૂલો વરસાવીને જાણે હોળી રમે છે.