ભારતના પ્રવાસે જતાં અમેરિકનો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી

Tuesday 23rd November 2021 14:23 EST
 

ન્યૂયોર્ક/નવી દિલ્હીઃ અમેરિકાએ ભારત અને પાકિસ્તાનનો પ્રવાસ કરતા નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. ભારતમાં આતંકવાદ અને દુષ્કર્મથી બચીને રહેવા પ્રવાસીઓને સૂચન કરાયું હતું. મહિલાઓને દેશમાં ક્યાંય એકલા પ્રવાસ ન કરવાની ભલામણ કરાઈ હતી.
ભારત માટે અમેરિકાએ લેવલ-૨ કેટેગરીની એડવાઈઝરી બહાર પાડી છે. પાકિસ્તાન માટે લેવલ-૩ કેટેગરીની એડવાઈઝરી જારી કરવામાં આવી છે. પાકિસ્તાનનો પ્રવાસ કરવાનું વિચારતા પ્રવાસીઓને ફેરવિચારણા કરવાની સલાહ અપાઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter