મહાભિયોગ મુદ્દે યુએસ પ્રમુખનો વિજય

Friday 14th February 2020 06:30 EST
 
 

વોશિંગ્ટનઃ મહાભિયોગ પ્રક્રિયામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને છઠ્ઠીએ નિર્દોષ જાહેર કરાયા હતા. જેથી તેઓ પ્રમુખ પદે યથાવત રહેશે. ટ્રમ્પ વિરુદ્ધ યુક્રેન સાથેના સબંધોનો અંગત દુરુપયોગનો અને સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવાનો એમ બે આક્ષેપ હતા. ૧૮, ડિસેમ્બર, ૨૦૧૯થી ટ્રમ્પ સામે ઇમ્પિચમેન્ટની કાર્યવાહી શરૂ થઈ હતી.
અમેરિકાના બંધારણ પ્રમાણે જ્યારે કોઈ પ્રમુખ રાષ્ટ્રને નુકસાન થાય એ રીતે કામ કરે છે, એવું લાગે ત્યારે તેમને ઈમ્પિચ કરવાની જોગવાઈ છે. ઇમ્પિચમેન્ટ કાયદીય શબ્દ છે જેનો સાદો અર્થ કાઢી મૂકવું એવો થાય છે. ટ્રમ્પે વિજય પછી ઇમ્પિચમેન્ટ પ્રક્રિયાને મજાકરૂપ ગણાવી હતી. ટ્રમ્પને કાઢી મૂકવા કે નહીં? એ અંગે અમેરિકી સેનેટમાં મતદાન થયું હતું. મતદાનમાં એક આક્ષેપમાં ટ્રમ્પની તરફેણમાં ૧૦૦માંથી ૫૨, બીજા આક્ષેપમાં ૧૦૦માંથી ૫૩ મત મળ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter