મોદી ઓસ્ટ્રેલિયા અને જપાનના વડા પ્રધાનને પણ મળ્યા

Friday 01st October 2021 04:52 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રવાસે દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરી હતી. તેમણે મોરિસનને પોતાના મિત્ર ગણાવ્યા હતા.
વડા પ્રધાન મોદીના હેન્ડલથી કરાયેલા એક ટ્વીટ અનુસારઃ મારા પરમ મિત્ર, વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે વાતચીત કરવાનો અનુભવ હંમેશાં સારો રહે છે. તેમની સાથે વાણિજ્ય, વેપાર, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત, વ્યાપક બનાવવા માટે ચર્ચા થઈ.
બાદમાં વડા પ્રધાન મોદીએ જપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા સાથે પણ મુલાકાત કરી હતી.આ મુલાકાતના સંદર્ભમાં મોદીએ ટ્વીટ કર્યું હતુંઃ જપાન ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદારોમાંનું એક છે. જાપાનના પીએમ સુગા સાથેની મુલાકાત શાનદાર રહી. વિભિન્ન વિષયો પર ચર્ચા થઈ, જેનાથી બંને દેશોના સહયોગને પ્રબલન મળશે. એક મજબૂત ભારત-જાપાન સહયોગ દુનિયા માટે પણ સારો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter