લેખિકા ઈ જીન કેરોલે ટ્રમ્પ પર બળાત્કારનો આરોપ લગાવ્યો

Thursday 27th June 2019 06:28 EDT
 

વોશિંગ્ટનઃ લાંબા સમયથી મહિલાઓની સમસ્યા સંબંધિત કોલમ લખનારી ન્યૂ યોર્કની ૭૫ વર્ષની લેખિકા ઈ. જીન કેરોલે તેની આવનારી બૂકમાં અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જાતીય હુમલાનો આરોપ લગાવ્યો છે. જોકે બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે આ આરોપને ફેક ન્યૂઝ ગણાવીને રદિયો આપ્યો છે. કેરોલે તેની નવી બુક ‘વોટ ડુ વી નીડ મેન ફોર?’માં લખ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ૧૯૯૦ના દશકના મધ્યમાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં મારા પર જાતીય હુમલો કર્યો હતો. કેરોલની આગામી બુકના કેટલાક અંશ ન્યૂ યોર્ક મેગેઝિનની વેબસાઇટ પર પ્રકાશિત થયા છે. જે સમયે આ ઘટના બની છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter