વીજળી ગુલ થતાં અમેરિકાની એરપોર્ટ કસ્ટમ સિસ્ટમ ક્રેશ

Thursday 22nd August 2019 05:47 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં તાજેતરમાં વીજળી સપ્લાય બંધ થવાથી કસ્ટમ સિસ્ટમ ક્રેશ થઇ ગઇ. તેનાથી ન્યૂ યોર્ક, સાન ફ્રાન્સિસ્કો, વોશિંગ્ટન, લોસ એન્જેલસ, ફિલાડેલ્ફિયા, ટોરેન્ટો પીયરસન, ન્યૂ જર્સી અને નેવાર્ક સહિત ૧૭ એરપોર્ટ પર અંધારુ છવાઈ ગયું. તેનાથી જુદા જુદા એરપોર્ટ પર હજારો યાત્રી એકત્રિત થઈ ગયા હતા અને ફ્લાઈટ પણ મોડી પડી. આ ક્રેશ અમેરિકી કસ્ટમ ડ્યૂટી અને સીમા સુરક્ષા (સીબીપી) પ્રસંસ્કરણ પ્રણાલિઓની એક રાષ્ટ્રવ્યાપી ટેક્નિકલ ખામીથી થયું. સીબીપીએ કહ્યું કે, તેમના અધિકારીઓએ કમ્પ્યુટર સમસ્યાને કારણે ફ્લાઈટોના સંચાલનને પ્રભાવિત થવા ન દીધી. આંતરરાષ્ટ્રીય યાત્રીઓને વૈકલ્પિક ચેક ઈન આપ્યું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter