શિકાગોમાં અંધાધૂંધ ગોળીબારઃ ૧૩ લોકો ઘાયલ

Monday 23rd December 2019 06:03 EST
 

શિકાગોઃ સાઉથ સાઈડમાં ઇગલહૂડ વિસ્તારમાં એક રહેણાક કોલોનીમાં ઘરની અંદર ૨૧મી ડિસેમ્બરની મધરાત બાદ યોજાયેલી હાઉસ પાર્ટીમાં વિવાદ થતાં વારાફરતી ત્રણ વખત અંધાધૂંધ ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે. ફાયરિંગમાં ૧૩ને ગોળી વાગી હતી. જે પૈકી ૪ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા એમાંથી ગોળીઓ વાગી છે તેમની ઉંમર ૧૬થી ૪૮ વર્ષની છે. આ કેસમાં બે જણની ધરપકડ કરાઈ છે. એક જણની રિવોલ્વર સાથે ધરપકડ કરાઈ છે. જ્યારે બીજી વ્યક્તિ પણ ઘાયલ છે. એને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. એપ્રિલ મહિનામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હતું એની મેમોરિયલ માટે રખાયેલી પાર્ટીમાં આ ઘટના બની હતી. એક સિનિયર, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઘરમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યે કોઈ વાતે વિવાદ થતાં ગોળીબાર થયો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter