શ્રીનિવાસા રાજુ લાખો ડોલરની લાંચ આપવાના કાવતરામાં દોષિત ઠર્યો

16 મેએ સજા જાહેર કરાશેઃ પાંચ વર્ષની જેલ તેમજ 250,000 ડોલરનો દંડ થઈ શકે

Tuesday 17th January 2023 13:54 EST
 
 

ન્યૂ યોર્કઃ ભારતીય અમેરિકન શ્રીનિવાસા રાજુએ તે કામ કરતો હતો તે ન્યૂ જર્સીની મોરિસ કાઉન્ટી ફાર્મસીને પ્રીસ્ક્રીપ્શન્સ મોકલાય તેના બદલામાં લાંચ અને કટકી આપવા અને તેની ઓફર કરવાના લાખો ડોલરના કાવતરામાં પોતાની હિસ્સેદારીની કબૂલાત કરી છે. રાજુને 16 મેએ સજા જાહેર કરવામાં આવશે. કાવતરાના ગુના બદલ મહત્તમ પાંચ વર્ષની જેલ તેમજ 250,000 ડોલરનો દંડ અથવા આ ગુના હેઠળ કુલ નફો કે નુકસાન થયું હોય તેની બે ગણી રકમમાંથી જે વધારે હોય તે ચૂકવવી પડે છે.

યુએસ ડિસ્ટ્રિક્ટ જજ માઈકલ એ. શિપ સમક્ષ વીડિયો કોન્ફરન્સમાં ન્યૂ જર્સીના હાસ્કેલના 51 વર્ષીય રાજુએ ફેડરલ એન્ટિ-કિકબેક કાયદાનો ભંગ કર્યો હોવાનો ગુનો કબૂલ્યો હતો. કોર્ટના દસ્તાવેજો અનુસાર રાજુ ફાર્મસી ખાતે પ્રીસ્ક્રીપ્શન્સની ડિલિવરી અને બિઝનેસ મેળવવા સહિતની કામગીરી બજાવતો હતો.જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2021ના ગાળામાં અન્ય ફાર્મસી કર્મચારીઓ સાથે મળીને જર્સી સિટીની બે ડોક્ટર્સ ઓફિસીસમાં મેડિકલ કર્મચારીઓને કટકી અને લાંચ આપવામાં સંકળાયેલો હતો. આના બદલામાં ઓફિસ કર્મચારીઓ રાજુની ફાર્મસી માટે ઊંચા મૂલ્યના સંખ્યાબંધ પ્રીસ્ક્રીપ્શન્સ પૂરા પાડતા હતા. રાજુ અને તેના સહકર્મીઓ દરેક પ્રીસ્ક્રીપ્શન માટે 150 ડોલર ચૂકવતા હતા તેમજ લાંચની ચૂકવણીને છુપાવવા વિવિધ રીતરસમો અપનાવતા હતા.

મોરિસ કાઉન્ટી ફાર્મસીને આ કિકબેક સ્કીમ હેઠળ મેળવેલા પ્રીસ્ક્રીપ્શન્સના આધારે મેડિકેર રીઈમ્બર્સમેન્ટમાં 2.4 મિલિયન ડોલરથી વધુ રકમ મળી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter