સાવકી પુત્રીની હત્યારી ભારતીય માતાને અમેરિકામાં જન્મટીપની શક્યતા

Thursday 23rd May 2019 05:49 EDT
 

ન્યૂ યોર્કઃ અમેરિકામાં એક ભારતીય માતાને તેની સાવકી પુત્રીનું ગળું દબાવી તેની હત્યા કરવાના કેસમાં તાજેતરમાં સજા સંભળાવામાં આવી હતી. ભારતીય આશાદીપ કૌરે ઓગસ્ટ ૨૦૧૬માં તેની નવ વર્ષની પુત્રીને પાણીના ટબમાં ડુબાડીને તેનું ગળું દબાવી તેની હત્યા કરી હતી. બાળકીની દેખરેખ તેની દાદી કરતી હતી. એમ ક્વિન્સના કાર્યકરી એટર્ની જોન રેયોને કહ્યું હતું. આગામી મહિને તેને સજા સંભળાવાશે ત્યારે સંભવત ૨૫ વર્ષની જેલની સજા મળી શકે છે. ત્રીજી જૂને તેની સજા જાહેર કરાશે, પણ જસ્ટિસ કરેલા સંકેત મુજબ તેને ૨૫ વર્ષની સજા મળી શકે છે.

ટ્રાયલ ટેસ્ટીમોની અનુસાર, ૧૯ ઓગસ્ટ ૨૦૧૬ની સાંજે એક પાડોશીએ આશાદીપને તેના પૂર્વ પતિ રેમન્ડ નારાયણ અને તેના બે પૌત્રો સાથે બહાર જતી જોઈને બાળકી અંગે પૂછ્યું હતું. તે સમયે આશાદીપે કહ્યું કે, તે બાથરૂમમાં છે અને તેના પિતા તેને બહાર લઈ જાય તેની રાહ જુએ છે. સાક્ષી બનેલા પાડોશીઓએ કહ્યું હતું કે, બાથરૂમની લાઈટ કલાકો સુધી ચાલુ જ હતી. એ પછી છેવટે પાડોશીએ બાળકીના પિતા સુખવિન્દર સિંહને બોલાવ્યો હતો અને બાથરૂમનો દરવાજો તોડતાં બાળકી મૃત હાલતમાં મળી હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter